Gujarat

લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે નેશનલ રૂરલ આઇ.ટી.ક્વિઝ તથા નેશનલ સાયન્સ સેમિનાર યોજાયો

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત શ્રી પ્રભાસ  કેળવણી મંડળ સંચાલિત શ્રી ધર્મભકિત જિલ્લા  લોક વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા ડી.ઈ.ઓ. કચેરી, ડી.પી.ઈ.ઓ. કચેરી ગીર સોમનાથ ના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે જાગૃતિ આવે, ગામડાના બાળકોમાં જ્ઞાન પિપાસા વધારવા ગીર સોમનાથ જિલ્લાના ધો.૮ થી ૧૨ ના ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે જિલ્લાકક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝનું તથા નેશનલ સાયન્સ સેમિનાર નું આયોજન કરવામાં આવેલ હતું.
આ અંગે માહિતી આપતા લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર નરેશભાઈ એન. ગુંદરણીયા એ જણાવેલ કે કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ મંચસ્થ મહેમાન કાનભાઈ ગઢીયા (પ્રમુખશ્રી અ.ભા.કો. સમાજ) દિનેશભાઈ રામાણી (આચાર્ય એમ. જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ) તથા આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ.
રૂરલ આઈ. ટી. ક્વિઝમાં ૪૦શાળાના ૧૬૦જેટલા બાળકો ઉત્સાહભેર સામેલ થયા હતા. આ ક્વિઝ નું સંચાલન પ્રતિકભાઇ ધારૈયા, કકુભા બી. રાઠોડ, તથા રીતેશભાઈ દવે દ્વારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં કુલ ૪૦ શાળાઓના ૧૬૦ બાળકોમાથી શ્રેષ્ઠ ૧૫ બાળકોને રાજયકક્ષાની ક્વિઝ માટે પસંદ કરવામાં આવેલા. જેમાં પ્રથમક્રમે કડેચા જય (ડી.એસ.સી. પબ્લિકસ્કુલ – તાલાળા) દ્વિતીયક્રમે હિ lર નંદાણીયા (પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ-વેરાવળ) તૃતીયક્રમે ભૂમિ દેવાણી (સન સાઇન ગ્લોબલ સ્કૂલ-તાલાળા) તથા વત્સલ ભટ્ટ (આદિત્ય બિરલા હાયર સેકન્ડરી સ્કૂલ વેરાવળ) આવેલ હતા. જેમને શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ કાર્યક્રમમાં સામેલ તમામ બાળકોને પ્રમાણપત્ર તથા  બોલપેન એનાયત કરવામાં આવેલ. શ્રેષ્ઠ 15 વિદ્યાર્થીને રાજ્યક્ક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝમાટે પસંદ કરવામાં આવેલ.
તેમજ આ આ સાથેના બીજા કાર્યક્રમ નેશનલ સાયન્સ સેમિનાર વિશે જણાવતા તેમણે જણાવ્યું કે આ વર્ષના સાયન્સ સેમિનારનો વિષય “કૃત્રિમ બુદ્ધિમતા : સંભાવનાઓ અને ચિંતાઓ’ (Artificial intelligence: potential & concerns)”હતો.આ સેમિનારમાં ૩૫ શાળાના ૭૦જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં પ્રથમ ક્રમાંકે આદિત્ય બિરલા હાયર સેકન્ડરી સ્કુલ- વેરાવળ ની વિદ્યાર્થિની હીર પ્રતિકભાઇ ધારૈયા, દ્વિતીય ક્રમાંકે એમ  જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ પ્રભાસ પાટણની વિદ્યાર્થીનીશામળા પ્રિયાંશી વીરાભાઇ તૃતીય ક્રમાંકે ધોકડવા માધ્યમિક શાળા- ધોકડવા ની વિદ્યાર્થીની ગુજ્જર તૃપ્તિબેન બી, તથા તૃતીય ક્રમાંકે ગાંધી કન્યા હાઇસ્કુલ ઉના ના વિદ્યાર્થીની નંદવાણા અર્ચિતા પ્રવીણભાઈ  આવેલ હતા.
આ કાર્યક્રમના નિર્ણાયક તરીકે ડી.ડી પોપટ, પ્રવીણભાઈ મલ્લી, ભરતભાઈ ગોસ્વામી તથા પ્રકાશસિંહ ગોહિલએ કાર્યક્રમના નિર્ણાયક તરીકે ફરજ બચાવી હતી. કાર્યક્રમના અંતે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર,પેન અને વિજેતાઓને ટ્રોફી આપવામાં આવી હતી.
જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થી રાજ્ય કક્ષાની સાયન્સ સેમિનાર સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન કેન્દ્રના એકેડેમીક કો-ઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયા તથા સાયન્સ કોમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણી દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમમાં સામેલ થયેલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન, શા.સ્વા.ભક્તિપ્રકાશદાસજી તથા સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલા