Gujarat

માંગરોળ સિંધી સમાજની મહીલા મંડળની રચના કરાઈ પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદેદારો નિમણૂક કરાય

માંગરોળ સિંધી સમાજમાં મહીલા મંડળની રચના થઈ છે માંગરોળ શ્રી ઝુલેલાલ મંદિર ખાતે સમસ્ત સિંધી સમાજની મહીલાઓ બહેનોની એક મીટિંગ યોજાઈ હતી જેમા માંગરોળ સિંધી સમાજની મહીલા મંડળની નવી ટીમની રચના કરવામાં આવી જેમા સમસ્ત સિંધી સમાજની મુખ્યાણી (પ્રમુખ) તરીકે લક્ષ્મીબેન ગોપાલદાસ કોટક, ઉપપ્રમુખ તરીકે દ્રોપદીબેન રમેશભાઈ મંગલાણી, ખજાનચી તથા સેક્રટરી તરીકે વનીતાબેન નાનકરામ સોમૈયા, સલાહકાર અને સોસીયલ મિડીયા કન્વીનર તરીકે જીયાબેન પ્રકાશભાઈ લાલવાણી તેમજ પ્રમુખ કે ઉપપ્રમુખ હાજર ન હોય ત્યારે મુખ્ય પ્રતિનિધી તરીકે લલિતાબેન નારણભાઈ મુલચંદાણી ની આજે વરણી કરાઈ હતી તેમજ આવનારા સમયમાં સમસ્ત સિંધી મહિલા મંડળની કારોબારી સભ્ય સહિત અન્ય હોદેદારોની પણ વરણી કરવામાં આવશે. આ તકે તમામ નવનિયુક્ત હોદેદારોને ઉપસ્થિત મહીલાઓ દ્વારા ફુલહાર પહેરાવી, મિઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા
રીપોર્ટર:વિનુભાઇ મેસવાણીયા માંગરોળ