દર વર્ષે તારીખ 5 મી સપ્ટેમ્બરના રોજ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષક શ્રી ડો.સર્વપલ્લી રાધાક્રિશ્નનની યાદમાં શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. આજના દિવસે દરેક ગામ શહેરમાં શિક્ષકોનું ઋણ સ્વીકાર કરવા અને તેમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા માટે શાળા કોલેજોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આજરોજ જામનગરમાં નેશનલ હાઈસ્કૂલ ખાતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણધિકારીશ્રીની કચેરી, જામનગર દ્વારા આયોજિત જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો.જામનગર જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલા 15 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં હડીયાણા માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી ગૌરવ સમાન પ્રતિભાશાળી વિદ્યાર્થીની બહેન શ્રી પરમાર દક્ષાબેન હરેશભાઈ નું આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું. જે બદલ તેમને પોતાના માતા પિતાનું,શાળાનું અને હડીયાણા ગામનું ગૌરવ વધાર્યું છે. દક્ષાબેનને શાળા સ્ટાફ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.
રિપોર્ટર=શરદ એમ.રાવલ. ગામ=હડીયાણા

