ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની જન્મજયંતીને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.બાળકો શિક્ષકનું મહત્વ સમજે અને આદર કરતા થાય એ આશયથી બાળકો પોતે શિક્ષક બની ને પ્રાર્થના સભા થી શરૂ કરી આખા દિવસની કામગીરી સંભાળી હતી.શિક્ષક અને શિક્ષણ નું મહત્વ સમજાવી બાળકો એ ઉત્સાહ થી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનની જન્મજયંતી ની ઉજવણી કરી હતી.બાળકો એ આજના દિવસ ના પ્રતિભાવો ખૂબ સુંદર રીતે આપ્યા.
અંતે સી.આર.સી.કો ઓ રણજિત ભાઈ રાઠોડે બાળકો ને ગુરુ શિષ્ય નું મહત્વ પૌરાણિક વાર્તા રજૂ કરી ને બાળકોને આશીર્વાદ આપ્યા.સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન જૈમીનીબેન અને અંજનાબેન કર્યું.અંતમાં બકાભાઈ એ સમગ્ર બાળકો ને અભિનંદન આપ્યા હતા.
તસવીર અહેવાલ : મકસુદ કારીગર,કઠલાલ

