યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા ખાતે પુ.શ્રી. ડો. રતિદાદાના આશીર્વાદ સાથે હરિબા મહિલા કોલેજ, ગાયત્રી સંસ્કાર વિદ્યાલય તથા ગાયત્રી સંસ્કૃત શક્તિ ગુરુકુળમાં ૫ મી સપ્ટેમ્બર ડો.સર્વોપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિન નિમિતે શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં કોલેજ, શાળા તથા ગુરુકુળના વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં તેઓ ખુબ તૈયારી કરીને આવ્યા હતા. અને એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા સુંદર રીતે નિભાવી હતી. સુંદર શિક્ષણ આપનાર ને નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેકટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ મહેતા આચાર્ય શ્રી શીતલબેન મહેતા તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
બિપીન પાંધી

