ભા રતના રાષ્ટ્રપતિ આજીવન શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે જેનો પાંચમી સપ્ટેમ્બરે જન્મદિવસ છે. ધોરણ ૯ થી ૧૧ માં કુલ ૫૫ વિદ્યાર્થીઓ આજના દિવસે શિક્ષક બનીને જુદા જુદા વિષયો ભણાવ્યા હતા. શાળાના આચાર્યની જવાબદારી ધોરણ ૧૨ ના વિદ્યાર્થી પ્રશાંત ચોન્ડીગરાએ સંભાળેલ.
તો ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર તરીકે ધોરણ ૧૧ ના વિદ્યાર્થી દર્શન શેલાણાએ અને માધ્યમિક વિભાગના સુપરવાઇઝર તરીકે ધોરણ ૧૦ ના વિદ્યાર્થી પ્રતિક ખસિયાએ જવાબદારી સંભાળે. તો સેવક તરીકે રાતડીયા ધવલ અને ગોહિલ વિકાસે સેવા આપી હતી. સવારે શાળાના વિદ્યાર્થી હરીયાણી મીત અને હરિયાણી ધ્રુવે સંગીત સાથે સરસ રીતે સમૂહ પ્રાર્થના કરાવેલ.આજના દિવસે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી પ્રથમ ત્રણ નંબર પણ આપવામાં આવેલ.
જેમાં માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર સોલંકી માનવ બીજો નંબર દાદરેચા પિયુષ અને ત્રીજો નંબર કુડેચા પંકજ પ્રાપ્ત કરેલ. તેવી જ રીતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી પ્રથમ નંબર ગલાણી સાગર બીજો નંબર હરીયાણી ધ્રુવ અને ત્રીજો નંબર જોશી હિરલે પ્રાપ્ત કર્યો હતો.છ તાસનું શિક્ષણ કર્યા બાદ એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું.
જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સુવિચાર, ભજન,ગીત રજૂ કરાયા તો શિક્ષક બનેલા વિદ્યાર્થીઓમાંથી રાઠોડ ક્રિશ ભૂકણ હરદીપ દાદરેચા પીયુષે શિક્ષક તરીકેના પોતાના અનુભવો રજૂ કર્યા હતા. શેલાણા દર્શને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે માહિતી આપી હતી. પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરેલ શિક્ષકોને શાળાના આચાર્ય આશિષભાઈ જોશી અને સ્ટાફ પરિવારના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ, તેમજ શિક્ષક બનેલા તમામ વિદ્યાર્થીઓને એક એક પેન ભેટમાં આપેલ. મૂલ્યાંકનની જવાબદારી શ્રી જયશ્રીબેન સોલંકી,ઊર્મિલાબેન ચુડાસમા, નીતિનભાઈ સાવજ, હરેશભાઈ ગુજરાતી અને દિપાલીબેન સોલંકીએ સંભાળેલ.
શાળાના શિક્ષિકા શ્રી જયશ્રીબેન સોલંકીએ પ્રસંગોચિત પ્રવચન આપી શિક્ષકનું મહત્વ સમજાવી ભવિષ્યમાં તમે પણ શિક્ષક બનો તેવી શુભેચ્છા પાઠવી હતી. અંતમાં શાળાના આચાર્યએ આજના સફળ આયોજન માટે સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓનો હૃદય પૂર્વક આભાર માની શિક્ષક દિન વિશે વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને શિક્ષણ અને શિસ્તનું જીવનમાં કેટલું મહત્વ છે તેની સમજણ આપેલ.
આજના શિક્ષક દિનની ઉજવણી માટે શાળાના શિક્ષક જીતુભાઈ ભટ્ટે સમગ્ર સ્ટાફ સાથે સંકલન કરી આયોજન અને વ્યવસ્થા ગોઠવેલ. શિક્ષક દિનના કાર્યક્રમના આયોજન બદલ શ્રી નૂતન કેળવણી મંડળના સમગ્ર ટ્રસ્ટી ગણે આ તકે વિદ્યાર્થીઓને ટેલીફોનિક શુભેચ્છાઓ પાઠવેલ.
બિપીન પાંધી.

