શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા માં સ્વયં શિક્ષકદિન ની ઉજવણી
શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા માં સ્વયં શિક્ષકદિન ઉત્સાહભેર ઉજવવામાં આવેલ. જેમાં શાળાનાં વિદ્યાર્થી ભાઇ બહેનો દ્વારા શિક્ષક બની ને શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતું. આજના દિવસે આચાર્ય તરીકે ની ભૂમિકા ધોરણ 10 નાં વિદ્યાર્થી વાઘેલા માનવભાઇ સહેન્દ્રભાઈ એ બજાવેલ. આજના આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય રાજેશભાઈ એસ. રામાવતે કરેલ તેમજ આજના સ્વયં શિક્ષકદિન ને સફળ બનાવવા શિક્ષક દિલીપભાઈ પી. પટેલ, શિક્ષક ઉમેશભાઈ બી. લકાણી તેમજ ક્લાર્ક ધર્મેન્દ્રભાઈ એન. જોષી એ ભારે જહેમત ઉઠાવેલ.



