પાટણ…
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર..
પાટણ જિલ્લામાં મેઘરાજાની મહેરની સાથે કહેર વર્તાવ્યો: આબીયાણા ગામે વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને અવર જવર કરવામાં ભારે હાલાકી..
*ગ્રામજનોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો,પાણીના નિકાલની ઝડપથી વ્યવસ્થા કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી..*
*ગામડી વિસ્તારમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાતા લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકી.. લોકોના ઘરો સુધી પહોચ્યા વરસાદી પાણી*
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આબીયાણા ગામ ખાતે વરસાદી પાણી ભરાતા ગ્રામજનો પરેશાન બન્યા છે.પાટણ જિલ્લામાં મેઘરાજાની મહેરની સાથે કહેર વર્તાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવતા છે. સાંતલપુરના આબીયાણા ગામે વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને અવર જવર કરવામાં અને ઘર વખરી સામાન લાવવા લોકોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે.ગામડી વિસ્તારમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાતા લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકી તો લોકોના ઘરો સુધી વરસાદી પાણી પહોચતા લોકો પરેશાન બન્યા છે.ત્યારે ગ્રામજનોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો અને પાણીના નિકાલની ઝડપથી વ્યવસ્થા કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
સ્થાનિક લોકોને કામ અર્થે અવર જવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.ત્યારે સત્વરે કાયમી ધોરણે વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા ગ્રામજનો ની માંગ ઉઠી છે.ગામડી વિસ્તારમાં વરસાદી પાણી ઘરો સુધી પહોંચી જતા જતાં લોકો પરેશાન બન્યા છે.ત્યારે તંત્ર દ્વારા વરસાદી પાણી અંગે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહિ આવતા લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
હાલ જિલ્લામાં રાધનપુર,સમી,સાંતલપુર વિસ્તારમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી છે.ત્યારે સાંતલપુર તાલુકાના આબીયાણા ગામે વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને અવર જવર માટે ભારે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે.અને ગ્રામજનો એ તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.વરસાદી પાણીના નિકાલની ઝડપથી વ્યવસ્થા કરવાની ગ્રામજનો ની માંગ ઉઠી છે.નીચાણાળા વિસ્તાર ગામડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હતાં અને ઘરોમાં પાણી ભરાઈ રહેતા ભારે હાલાકી નો સામનો કરી રહેલા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તે પહેલાં તંત્ર દ્વારા યોગ્ય દિશામાં કામગીરી હાથ ધરવામાં આવે અને વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવે તેવી ગામલોકો ની માંગ ઉઠવા પામી છે.



