Gujarat

શંખેશ્વરમાં ભારે વરસાદ વરસતા ખેતરો, રસ્તાઓ અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા..

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

શંખેશ્વરમાં ભારે વરસાદ વરસતા ખેતરો, રસ્તાઓ અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા..

*ઈન્દિરાનગરમાં પાણીમાં ફસાયેલા 200 લોકોને સલામત સ્થળે ખસેડાયા..*

પાટણ જિલ્લામાં સતત 2 દિવસ થી મેઘમહેર યથાવત છે.ત્યારે શંખેશ્વર તાલુકામાં પણ અવિરત વરસાદ ચાલુ રહેતા શંખેશ્વરનું મોટું તળાવ છલોછલ ભરાતા તળાવના પાણી હાઇવે રોડ ઓળંગી સોસાયટીઓમાં અને ઇન્દિરા નગરમાં પ્રવેશ કરતા હાલાકી નો સામનો કરવા લોકો મજબૂર બન્યા હતા.ત્યારે પાટણ જિલ્લા ડી.ડી.ઓ. બી.એમ.પ્રજાપતિ ને જાણ થતાં તાલુકાના લોકો ની મુશ્કેલી દૂર કરવા તંત્રના કર્મચારીઓને કામે લગાડી લોકોની મુશ્કેલી દૂર કરવામાં આવી હતી અને શંખેશ્વરના 200 લોકોને સ્કૂલ માં સ્થળાંતર કરવાનું અને જમવાનું આયોજન કરાવવામાં આવ્યું હતું.

શંખેશ્વર ખાતે ભારે પવન સાથે ધોધમાર વરસાદને લઇને વરસાદી પાણી ભરાયા હતા અને બુધવાર સાંજથી વરસાદ શરૂ થયો હતો જે વરસાદ સતત યથાવત રહેતા વરસાદી પાણી ભરાયાં હતા. ત્યારે ઇન્દિરા નગર,શિવશક્તિ સોસાયટી,કેસરિયા નગર સોસાયટી, તેમ્બા વિસ્તાર,ખરવડ વિસ્તારમાં તળાવના પાણી ભરાયાં હતાં. જેમાં ઇન્દિરાનગરના 80 જેટલા મકાનના 200 લોકો પાણીમાં ફસાયા હતા અને ઢીંચણસમા પાણી ઘર પાસે પહોંચ્યા હતા.અને લોકોને ખાવાની વ્યવસ્થા નહોતી ત્યારે આ બાબતે જિલ્લા ડી.ડી.ઓ.બી.એમ પ્રજાપતિ ને થતાં તંત્ર ને આદેશ કરવામાં આવ્યો હતો અને ગણતરીના સમય માં તંત્ર ત્યાં પહોંચી 200 લોકોની સ્થળાંતર અને જમવાની વ્યવસ્થા સ્કૂલ માં કરાવી દેવામાં આવી હતી. શંખેશ્વર માં તળાવ ના પાણી નિકાલ ના ગરનાળા બંધ થઈ જવાથી સોસાયટી માં પ્રવેશતા શિવશક્તિ અને કેસરિયા નગર સોસાયટી માં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા.

શંખેશ્વરમાં ઇન્દિરા નગરમાં પાણીમાં ફસાયેલ 200 લોકોને સ્કૂલમાં આસરો આપ્યો:-

શંખેશ્વર ખાતે ઇન્દિરાનગરમાં વસતા 80 મકાનના 200 લોકોને મકાનમાં તળાવના પાણી ઘુસી જતા જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિના આદેશ બાદ શંખેશ્વર તાલુકાના વહીવટી તંત્ર અને તલાટી મેહુલભાઈ રથવી દ્વારા સાંજે પરિવારોના ઘર વખરી સાથે કન્યા શાળાની રૂમોમાં આસરો આપી બધા લોકો માટે જમવાની વ્યવસ્થા સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. શંખેશ્વરના તલાટી મેહુલભાઈ દ્વારા લોકોને શાળામાં વ્યવસ્થિત રહેવાની સગવડ અને જમવાની સગવડ કરાવવામાં આવી હતી.

IMG-20240907-WA0018-0.jpg IMG-20240907-WA0021-1.jpg IMG-20240907-WA0020-2.jpg