પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
રાધનપુરમાં ગત રાત્રે પડેલા અનરાધાર વરસાદને લઈને શહેરમાં તારાજીના દ્રશ્યો સર્જાયા, નિચાણવાળા વિસ્તારના સોસાયટીનાં ઘરોમાં પાણી ઘૂસ્યા.
*વલ્લભનગર સોસાઈટીના 20 જેટલા મકાનોમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાયાં,ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાયા.*
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ગત રાત્રે અનરાધાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોનાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા.જેમાં મસાલી રોડ ખાતે આવેલ રાધનપુરના વલ્ભનગર સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકો પરેશાન બન્યા હતા આશરે 20 થી વધુ મકાનોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયાં હતાં.અને ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે.ત્યારે લોકો ભારે પરેશાન બન્યા છે.શહેરમાં ગત રાત્રે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને નીચાણવાળા વિસ્તારોનાં ઘરોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો સહિત રાહદારીઓ અને સ્થાનિકો પરેશાન બન્યા હતા અને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
રાધનપુરમાં ગત રાત્રે પડેલા અનરાધાર વરસાદને લઈને રાધનપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં શહેરમાં તારાજીના દૃશ્યો સર્જાયાં હતાં. હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં મેઘરાજા અવિરતપણે મન મૂકીને વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત પંથકના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ગતરોજ પાટણ જિલ્લાના રાધનપુરમાં ધોધમાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોનાં ઘરોમાં વરસાદી પાણી ધુસી ગયા હતા. જેથી લોકો મુશ્કેલી માં મુકાયાં હતા. તો ખેતરો પણ વરસાદી પાણીથી ભરાતાં ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા હતાં. રાધનપુરમાં ગત રાત્રે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોય નીચાણવાળા વિસ્તારોની સાથે સાથે ખેતરોમા પણ વરસાદી પાણી ભરાયા હતા.



