આજરોજ જોડિયા તાલુકાના ભાદરા મુકામે તાલુકા કક્ષાના 75 માં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રસિલાબેન દામજીભાઈ ચનીયારા વતી દામજીભાઈ અને મુખ્ય મહેમાન તરીકે રાઘવજીભાઈ પટેલ વતી રસિકભાઈ ભંડેરી APMC ના ડાયરેકર ધ્રોલ.અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ચન્દ્રિકાબેન જેઠાલાલ અઘેરા, વન વિભાગ માંથી ફોરેસ્ટર ભાલિયા સાહેબ. ફોરેસ્ટર જાડેજા સાહેબ. તાલુકા અગ્રણી જેઠાલાલ અઘેરા, જોડિયા મામલતદાર શ્રી કવાડિયા સાહેબ, જોડિયા તાલુકા વિકાસ અધિકારી ઠોરિયા સાહેબ,તાલુકા સદસ્ય સંદીપભાઈ ભટ્ટી. મયુરભાઈ નંદાસણા. ગામના વહીવટદાર ગિરધરભાઈ ગઢીયા. પ્રાથમિક શાળાનો સ્ટાફ બાળકો ગ્રામજનો બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલા હતા. અને કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલ હતું. ત્યારબાદ મહેમાનોનું તુલસીના રોપા દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું.

અને ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સ્પીચ આપવામાં આવેલ હતી. અને બાદમાં મહેમાનો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ હતું. અને ત્યારબાદ શ્રેષ્ઠ કામગીરી કરનારનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. અને ત્યારબાદ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ હતું. અને બાદમાં ફોરેસ્ટર કિશોરભાઈ દ્વારા કાર્યક્રમના અંત ભાગમાં આભાર વિધિ કરવામાં આવેલ હતી. અને બાદમાં હળવા નાસ્તાનું આયોજન કરેલ હતું. અને સમગ્ર કાર્યક્રમ સફળ સંચાલન ગામના તલાટી કમ મંત્રી વિપુલભાઇ પનારા દ્વારા કરવામાં આવેલ હતું. અને સાથે શાળાના શિક્ષક ભાસ્કરભાઈ પણ સંચાલનમાં જોડાયેલા હતા. આમ સમગ્ર કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ કરેલ હતો. અને હાજર ગ્રામજનોને રોપનું વિતરણ વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું. આ સાથે વન વિભાગ દ્વારા સુંદર સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.
રિપોર્ટર=શરદ એમ.રાવલ.

