કચ્છના આર્થિકચક્રને એકદમ ગતિશિલ બનાવનારા ધોરડો સ્થિત સફેદ રણ અને તેના આકર્ષણતળે યોજાતો ‘રણોત્સવ’ સરહદી જિલ્લાને ચાર મહિનામાં 250થી 300 કરોડ આપી જાય છે.
જેમ જેમ રણોત્સવના દિવસોમાં વધારો થતો જાય છે તેમ તેમ આ આંકડો વધુને વધુ ઉંચે જાય છે તે વચ્ચે આ વખતે બે ખાનગી કંપનીઓ વચ્ચેના આપસી વિવાદમાં રાજ્યની વડી અદાલતે ટેન્ટ સિટીનું ટેન્ડર રદ્દ કર્યું ત્યારબાદ હવા એવી ફેલાઇ છે કે, જાણે રણોત્સવ જ રદ્દ થયો. આ મુદ્દે તાકીદે સરકારી સ્પષ્ટતા જરૂરી છે, કારણ કે હજારો જણની રાતની ઊંઘ ‘રણોત્સવ’ની ‘ના’ સાંભળી અત્યારથી જ ઉડી ગઇ છે.
જો ટેન્ટ સિટી ન પણ સર્જાય તોય ભુજથી ધોરડો સુધી માળખાગત સુવિધા સાથે સગવડો એવી ઉભી થઇ ચૂકી છે કે, કોઇનેય તકલીફ ન પડે તેવી તૈયારીઓ થઇ ચૂકી છે.

