ગોદરેજ ગાર્ડન સિટીમાં કરોડોના ફ્લેટ ખરીદનારા 10 હજાર લોકો મ્યુનિ, ઔડા અને બિલ્ડરના પાપે દયનીય સ્થિતિમાં જીવે છે. મ્યુનિ, ઔડાના અધિકારીઓએ શરૂઆતથી અંતિમ મંજૂરી આપી હતી. એ પછી લોકોએ ફ્લેટ ખરીદયા હતા.
આજે 6 વર્ષે પણ અહીં વરસાદી પાણી ભરાઈ રહે છે, ઘટરો ઊભરાય છે અને પાયાની સુવિધા માટે વલખા મારવા પડે છે. મ્યુનિ, ઔડા અને બિલ્ડરો એકબીજાને ખો આપે છે. ઓડાનું કહેવું છે કે એમઓયુ મુજબ પાણી નિકાલની વ્યવસ્થા કરવાની જવાબદારી ગોદરેજ ગાર્ડન સિટીની છે.
ઓર્કિડ ગોદરજ ગાર્ડન સિટીના ચેરમેન મુરલી મુર્ખજીનું કહેવું છે કે 2013થી મ્યુનિને 4.13 કરોડ ટેક્સ ચુકવ્યો છે છતાં સ્થિતિ ઠેરની ઠેર છે. સેક્રેટરી નેહલ પટેલે કહ્યું મ્યુનિ અમારી પાસેથી સફાઈ ખર્ચ વસુલે છે. પણ સફાઇના નામે કશું થતું નથી.

