Sports

બેન ડકેટની અડધી સદી, પ્રથમ દિવસે ઇંગ્લેન્ડનો સ્કોર 221/3

ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. ખરાબ પ્રકાશને કારણે શુક્રવારે પ્રથમ દિવસે સ્ટમ્પ્સ જલદી થયો હતો.

ઇંગ્લેન્ડની ટીમે 3 વિકેટ ગુમાવીને 221 રન બનાવી લીધા છે. કેપ્ટન ઓલી પોપ 103 અને હેરી બ્રુક 8 રન સાથે ક્રિઝ પર છે.

વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. આ પહેલા શ્રીલંકાએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડનો ઓપનર ડેન લોરેન્સ 21 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. તેને લાહિરુ કુમારાએ પથુમ નિસાંકાના હાથે કેચ કરાવ્યો હતો.

ઇંગ્લેન્ડના કેપ્ટન ઓલી પોપે પોતાની કારકિર્દીની સાતમી સદી ફટકારી હતી. ઓલી 103 બોલમાં 103 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. તેણે પોતાની ઇનિંગમાં 13 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ પહેલા પોપ અને ડકેટે સાથે મળીને બીજી વિકેટ માટે 100 બોલમાં 95 રનની ભાગીદારી કરી હતી. ડકેટના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલો જો રૂટ 13 રન બનાવીને આઉટ થયો હતો.