Gujarat

આગામી સમયમાં આવનારી સરકારી ખાતાકીય પરિક્ષાઓ અંગે નિશુલ્ક તૈયારી કરાવતાં નિવૃત્ત અધિકારીઓ

આગામી સમયમાં આવનારી સરકારી ખાતાકીય પરીક્ષાઓ અંગે વિદ્યાર્થીઓને તૈયાર કરવાના ભાગરૂપે ફિઝિકલ રીતે શારીરિક કસોટીઓમાં સારું પરિણામ લાવી શકે તેના ભાગરૂપે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે નિવૃત્ત BSF અધિકારી, પૂર્વ SRPF, CRPF કોબ્રા કમાન્ડોના અધિકારી દ્વારા પોતાના વતનના વિદ્યાર્થીઓ દેશ સેવા કરવા ફિઝિકલ એક્સસાઇઝમાં પાવરધા સાબિત થાય તે માટે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ટ્રેઈન કરી રહ્યા છે.
શારીરિક રીતે ફિટ થાય તે માટે આ વિદ્યાર્થીઓ વ્હેલી સવારથી દોડ, એકસસાઇઝ, લોંગ જંપ, હાઈ જંપ સાથેની કસરતો કરી રહ્યા છે તે આગામી સમયમાં વનવિભાગ અને પોલીસ સબ ઇન્સ્પેકટરોની ભરતી અંગે સ્પેશ્યલ ટ્રેઈનરો દ્વારા નિઃશુલ્ક તાલીમ લઈ રહ્યા છે અમરેલી જિલ્લામાં પોલીસ અને વનતંત્રની ભરતી અગાઉ 1600 મીટર રનીંગ, 5 કિલોમીટર રનિંગ, હાઈજંપ, લોંગ જંપ, રસ્સા ચડ, સાથે વિવિધ સ્ટેમીના વધારવાના અભિગમ સાથે વિદ્યાર્થીઓની પ્રેક્ટીસ કરીને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં  BSF ના નિવૃત્ત અધિકારી હનીફ શેખ, EX.SRPF અને ફિઝિકલ ઈન્સ્ટ્રેક્ટર મુસ્તાક જાદવ,CRPFકોબ્રા કમાન્ડો ઇમરાન જાદવ દ્વારા સરકારી ભરતીમાં વિદ્યાર્થીઓને શારીરિક કસોટીમાં સફળ થવાના અભિગમ સાથે નિઃશુલ્ક તાલીમ કે.કે.હાઇસ્કૂલના ગ્રાઉન્ડ માં આપી રહ્યા છે
 
ને સરકારી ભરતીમાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે સરકાર દ્વારા વિવિધ ભરતીઓનો જાહેરાતો ટુંક સમયમાં થવાની હોય ત્યારે વિદ્યાર્થીઓ પણ ઉત્સાહ પૂર્વક ફિઝિકલ ફિટનેસ માટે અલગ અલગ દોડ, જંપ, સહિતની પ્રેક્ટિસો કરીને શારીરિક સક્ષમ થઈ રહ્યા હોય ત્યારે ટ્રેનિંગ આપતા પૂર્વ અધિકારીઓને પોતાને વતનની યુવા પ્રતિભાઓ સરકારી સેવામાં જોડાઈ તેવા હેતુથી નિઃશુલ્ક સેવા પ્રદાન કરી રહ્યા છે
બિપીન પાંધી