Gujarat

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક કેમ્પસમાં ઉત્સાહભેર ગણેશ સ્થાપના કરવામાં આવી

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક કેમ્પસમાં ઉત્સાહભેર ગણેશ સ્થાપના કરવામાં આવી

ભાદરવા સુદ-૪ નો દિવસ એટલે કે ગણેશ ચતુર્થી, દરેક શુભકાર્ય પ્રથમ પૂજ્ય વિઘ્નહર્તા દેવ ગણપતિ ભગવાનની પૂજાથી શરૂ થાય. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં ગણેશોત્સવ-2024. શુભારંભ થયો જેમાં સ્કૂલ કોલેજ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ આનંદ ઉત્સાહ સાથે જોડાયા હતા. ગણેશજીને વાજતે ગાજતે સ્તુતિ, ધૂન સાથે “જય ગણેશ…” “ગણપતિ બાપા મોરિયા” ના નાદ સાથે કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવેલ ત્યારબાદ ગણેશજીનું વિધીવત પૂજન કરી ઉપસ્થિત મહેમાનો દિનેશભાઈ ભુવા, કાંતિભાઈ વઘાસિયા, ગોરધનભાઈ માંદળિયા, ભીખુભાઈ કાબરીયા, જે.ડી.સાવલિયા, ભરતભાઈ ધડુક, રજનીભાઈ ચેતનભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રીઓ ખોડાભાઈ સાવલિયા, કેમ્પસ ડાયરેક્ટરશ્રી, સુપરવાઇઝરઓ, સ્ટાફઓ અને વિદ્યાર્થી દ્વારા આરતી કરી મોદક લાડુનો પ્રસાદ આપવામાં આવ્યો. ગણેશજીને વિદ્યાર્થીઓ દ્વારા સવાર-સાંજ પૂજા કરવામાં આવશે તેમજ ગણેશ ઉત્સવ ના દિવસોમાં વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સંસ્કારોનું પણ સિંચન થાય ગણેશજીની જેવી વિદ્યાર્થીઓ માતા-પિતાની સેવા કરી સારા અને શ્રેષ્ઠ બને તેવી ઉમદા ભાવના સાથે વિદ્યાસભાની યાદી જણાવે છે આ કાર્યક્રમ કરવામાં આવેલ.
આ તકે પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઇ પેથાણીએ વિદ્યાર્થીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી.

*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20240907-WA0104-5.jpg IMG-20240907-WA0106-4.jpg IMG-20240907-WA0108-3.jpg IMG-20240907-WA0106-2.jpg IMG-20240907-WA0102-1.jpg IMG-20240907-WA0103-0.jpg