રોટરેક્ટ કલબ ઓફ કર્ણભૂમિ મેટ્રો દ્વારા લોકગીત સંગીત થકી લોકસેવા
આજનું આધુનિક યુથ આધુનિકતાની સાથે સાથે લોક સંગીત અને લોક સાહિત્ય તરફ વળ્યું છે ત્યારે રોટરેક્ટ કલબ ઓફ કર્ણભૂમિ મેટ્રો સુરત દ્વારા જરૂરિયાત મંદ બાળકોના અભ્યાસ અર્થે શંભુ ડાયરો નું આયોજન કરવામાં આવેલું. જેમાં સુરતના પ્રખ્યાત લોક ગાયક વિજય પટેલ દ્વારા લોકગીત, ભજનો અને ગીતોની રમઝટ દ્વારા ખૂબ આનંદ કરવામાં આવેલો.
રાતે મોબાઈલમાં નકામો સમય વ્યથિત કરતી પેઢી માટે ડાયરો જેવું આયોજન કરીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર આનંદ જ નહિ પણ ડાયરામાં મોજ થી લોકો કલાકાર પર જે પણ રૂપિયાની ઘોર કરે એ જરૂરિયાત વાળા પછાત વર્ગના બાળકોના અભ્યાસ અર્થે વાપરવામાં આવશે.



