Gujarat

સાવરકુંડલા નગરપાલિકા શહેરની જાહેર રસ્તા, સફાઈ, વીજળી, પાણી, ગટરની સફાઈ જેવી સમસ્યાઓને સોલ્વ કરવા માટે સતત પ્રયત્નશીલ

સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ૧માં મોદી હાઇસ્કુલની સામે ડિમોલેશન પછી ભાંગેલા ઓટલા, ઈંટો અને પથ્થરોનો કચરો પડેલ. જેમાં જીવજંતુ થવાની શક્યતાઓ પણ હતી. આ વિસ્તારમાં રહેતા લોકો અને દુકાનદારોની  વિનંતી ધ્યાને લઈ સામાજિક કાર્યકર અને સાવરકુંડલા શહેર ભાજપ મોરચાના મહામંત્રી  લલીતભાઈ મારૂ દ્વારા સાવરકુંડલાના ચીફ ઓફિસર  બોરડ સાહેબને સ્થળ પરના ફોટો વોટ’સ એપ દ્વારા રજૂઆત કરી આ કચરો દૂર કરવાની વિનંતી કરેલ.
જેના પરિણામ સ્વરૂપ બીજા દિવસે નગરપાલિકા દ્વારા જેસીબી અને ટ્રેક્ટર સાથે લાવી આ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમ સાવરકુંડલા નગરપાલિકા વિકાસના કામો સાથે જાહેર રોડ રસ્તા, વીજળી, પાણી, ગટર, સફાઈ જેવી  સમસ્યાનું નિરાકરણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતી જોવા મળે છે. લાગે છે હવે સમગ્ર શહેરની સુરત બદલાશે એવા અણસાર નજર આવી રહ્યા છે. સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહૂલભાઇ ત્રિવેદી સમેત સમગ્ર નગરપાલિકા સદસ્યોની ટીમ, નગરપાલિકાના કર્મચારીઓ શહેરની સુરતનું આમૂલ પરિવર્તન કરવા હવે મેદાને પડ્યા હોય તેવું લાગે છે.
બિપીન પાંધી