Gujarat

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ષષ્ઠીપૂર્તિ વર્ષમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું, સંતોના આર્શિવચન અને સંગઠનમંત્રીનું બૌધિક માર્ગદર્શન મળ્યું

વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતા આ ષષ્ટિ પૂર્તિ વર્ષમાં હિન્દુત્વની જાગૃત્તતા અને ધર્મની જાળવણી અર્થે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક જિલ્લામાં હિન્દુ સંમેલનો યોજાઈ રહ્યા છે. ત્યારે જામનગર મહાનગરમાં પણ લેઉવા પટેલ સમાજ રણજીત નગર ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું.

હિન્દુ ધર્મ – સંસ્કૃતિ – પરંપરાના રક્ષણ તથા સંવર્ધન માટે વર્ષ 1964 માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ હતી જેને આજે 60 વર્ષ થતાં ષષ્ઠીપૂર્તિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજ દિન સુધીના કાર્યકાળમાં અનેક સફળ આંદોલન તથા જનજાગરણ થકી વિ.હિ.પ. દ્વારા શ્રધ્ધા કેન્દ્રોની મુક્તિ, લવ જેહાદ વિરૂધ્ધ કાયદા, ગૌરક્ષા માટે કાયદા, ધર્માંતરણ અટકાવવું, ઘરવાપસી, સામાજિક સમરસતા, વનવાસી કલ્યાણ, સેવા, બાલ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આજે પણ 32 દેશોમાં 63 હજાર કરતા વધુ સમિતિઓ અને 700 જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી ચાલતી વિ.હિ.પ. એ વિશ્વના દરેક હિન્દુનું પોતાનું સંગઠન છે.