Gujarat

હાફેશ્વર ગામે ચાર જેટલા ફળિયામાં બે હજારથી વધુ લોકોની વસ્તીને આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા નથી

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે ચાર જેટલા ફળિયામાં બે હજારથી વધુ લોકોની વસ્તીને આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા નથી, રસ્તો ન હોવાને લઈને ગામ લોકોને પડી રહી છે મુશ્કેલી
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું હાફેશ્વર ગામ છોટાઉદેપુર જિલ્લાનું છેલ્લું ગામ છે. નર્મદા નદીનો કિનારો છે. સામેના છેડે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર છે. હાફેશ્વરના પાદર ફળિયું, તેલિયાબારી, ઉત્તલધરા, વાકવી ફળિયું આમ ચાર ફળિયાઓ આવેલા છે. જયારે પ્રાથમિક અને માધ્યમિક શાળા પણ ત્યાંજ આવેલી છે. જયારે અહીંયા આદિવાસી સમાજની વસ્તી છે. ડુંગરની તળેટીઓ વચ્ચે વસેલા આ ફળિયાઓના ગ્રામજનોએ અનેક વખત રસ્તાની સુવિધા મળે તે માટે તંત્રને રજુઆત કરી ચુક્યા છે.
પરંતુ આઝાદી આટલા વર્ષો પછી પણ સરકારે આદિવાસી સમાજના લોકોને રસ્તાની સુવિધા આપી નથી. અનેક સમસ્યાઓ વચ્ચે શિક્ષકો શાળાએ ચાર કિલોમીટર ચોમાસામાં જીવના જોખમે નદી ઓળગીને સામેના કિનારે શાળાએ પગપાળા જવા મજબુર બને છે. જયારે શિક્ષકોના જણાવ્યા મુજબ જીવ જોખમમાં મૂકીને નોકરી તો કરીયે છે. અમુક વાર શાળામાં પહોંચ્યા બાદ નદીમાં પાણી આવી જાય તો પાણી ઉતરવાની રાહ જોઈને બેસી રહેવું પડે છે.
અમુક વાર રાત પણ રોકાઈ જવું પડે છે. જયારે ગ્રામજનોના જણાવ્યા મુજબ આઝાદીના આટલા વર્ષો પછી પણ છેવાડાના માનવીને સરકાર મૂળભૂત અધિકાર પ્રજાનો છે. રસ્તા વીજળી અને પાણી પરંતુ તે પણ આપી શકતી નથી. જયારે વિકાસની વાતો કરતી સરકાર આ ગામની મુલાકાત લે તો સાચી હકીકત બહાર આવે તેમ છે.
 
આદિવાસી સમાજના લોકો રસ્તાની સુવિધા વિના જીવન વિતાવી રહ્યા છે. નદીમાં વધારે પાણી આવે ત્યારે બે બે ચાર ચાર દિવસ સુધી સંપર્ક વિહોણું ગામ બની જાય છે. ત્યારે જીવન નિર્વાહ ચલાવવું પણ મુશ્કેલ બની જાય છે. સરકાર છેવાડાના માનવીના વિકાસની વાતો કરે છે. ત્યારે હાફેશ્વરના આ ચાર ફળિયાઓના વિકાસ ક્યારે કરશે, એ જોવાનું રહ્યું છે. ત્યારે સરકાર અને તંત્ર આ બાબતે ગંભીર નોંઘ લે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર