Gujarat

ભરૂચ જિલ્લામાં રસ્તાઓના ખાડા મુદ્દે ‘આપ’ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું

જેમાં સ્થાનિક આગેવાનો અને ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા ને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
*અંકલેશ્વરથી વાલિયાનો રોડ જોઈ લો, ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ જોઈ લો. આ તમામ રોડની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે: ચૈતર વસાવા*
*ધૂળની ડમરીઓ ઉડી રહી છે ટુ વ્હીલર, ફોર વ્હીલર ચલાકો પરેશાન થઇ રહ્યા છે, વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે, ખાડાઓના કારણે અકસ્માત થઇ રહ્યા છે: ચૈતર વસાવા*
*જો આવનારા સાત દિવસમાં ભરૂચ જિલ્લાના રોડ અને રસ્તાના ખાડાઓ નહીં પુરાય તો 8 નંબરનો નેશનલ હાઇવે અમે બંધ કરીશું: ચૈતર વસાવા*
*એક ગાડી ખરીદ્યા બાદ આપણે લાખો રૂપિયાનો ટેક્સ ભરીએ છીએ, તેમ છતાં આજે લોકોને સારા રોડ નથી મળી રહ્યા: ચૈતર વસાવા*
*ભરૂચના ડોક્ટરોના કહેવા અનુસાર 60% કમર દર્દના દર્દીઓ વધી ગયા છે: ચૈતર વસાવા*
*જે લોકો ખાડાઓના કારણે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, તેમના પરિવારને યોગ્ય વળતર મળે અને કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે: ચૈતર વસાવા*
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને મોટી સંખ્યામાં કાર્યકરો આજે ભરૂચ-નર્મદાના ખખડધજ થઈ ગયેલા અને ખાડા પડેલા રોડના મુદ્દે રસ્તા રોકો આંદોલનમાં જઈ રહ્યા હતા. ત્યારે રસ્તા વચ્ચે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવાના પ્રયાસો થયા હતા. હકીકતમાં ભરૂચ- નર્મદા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ખખડધજ રસ્તાઓના કારણે સમગ્ર ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, રસ્તાઓ  એટલા બિસ્માર થઈ ગયા છે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. નવા નક્કોર વાહનોને ભંગાર બનાવી રહ્યા છે.
અને ટુ વ્હીલર ચાલકોની કેડ ભાંગી રહ્યા છે, રોડ પર મસમોટા ખાડા છે, તમામ રોડ ઉબડખાબડ થઈ ગયા છે, પણ અધિકારી હોય કે પદાધિકારી તેમને આ ખાડા નજરે નથી પડતાં. કોઈએ આ ખાડાને પુરવાની હજુ સુધી તો દરકાર નથી લીધી. જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ થઈ ગયા છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે
ટુ વ્હીલર, ફોર વ્હીલર ચલાકો પરેશાન થઇ રહ્યા છે, વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે, ખાડાઓના કારણે અકસ્માત થઇ રહ્યા છે. ત્યારે ભરૂચ ખાતે મુલંદ ચોકડી પાસે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવેલ હતું અને આ રસ્તા લોકો આંદોલન શરૂ કરવામાં આવે તે પહેલા જ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયતના પ્રયાસો થયા હતા.
આ દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ભરૂચ જિલ્લાના તમામ સાથીઓ સાથે અમારે રસ્તા પર ઉતરવું પડ્યું છે. જ્યારે આપણે ગાડી ખરીદીએ છીએ ત્યારે રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ અને ટોલ ટેક્સ જેવા અનેક લાખો રૂપિયાના ટેક્સ ચૂકવીએ છીએ. તેમ છતાં પણ આજે તમે જોશો કે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી વાલિયાનો રોડ જોઈ લો, ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ જોઈ લો. આ તમામ રોડની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે.
ભરૂચના ડોક્ટરોના કહેવા અનુસાર 60% કમર દર્દના દર્દીઓ વધી ગયા છે. માટે આજે રોડના ખાડા પુરાવા માટે અમારે સરકાર વિરુદ્ધ રોડ પર ઉતરવું પડ્યું છે. અને અમે અહીંયા રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છીએ ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા અમને અટકાવવામાં આવ્યા છે.
ત્યારબાદ તેમણે નેશનલ હાઈવે, સ્ટેટ હાઇવે, પંચાયતના અધિકારીઓને બોલાવીને તેમની સામે જે પણ રજૂઆતો હોય તે જિલ્લાના એસપીની સામે રજૂઆત કરવાની વાત કહી છે, માટે અમે એસપી ઓફિસ જઈ રહ્યા છીએ. અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે ફક્ત સાત દિવસમાં જ તમામ જિલ્લાના પંચાયતના રોડ હોય કે સ્ટેટના રોડ હોય કે નેશનલ હાઈવે હોય તે તમામ રોડના ખાડા પૂરવામાં આવે. અને જે ધૂળની ડમરીઓ ઉડી રહી છે
તે બંધ થાય તે અમારી માંગણી છે. આ સિવાય જેટલા પણ લોકો આવા ખાડાઓના કારણે અકસ્માતમાં મૃત્યુ પામે છે તેમના પરિવારને યોગ્ય વળતર મળે અને કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે. વહીવટી તંત્રને અમે આજથી સાત દિવસનું અલ્ટીમેટમ આપીએ છીએ. જો ભરૂચ જિલ્લાના રોડ અને રસ્તાના ખાડાઓ નહીં પુરાય તો 8 નંબરનો નેશનલ હાઇવે અમે બંધ કરીશું.
બાદમાં પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની અટકાયત કરીને તેમને કલેકટર અને એસપી સમક્ષ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાએ આ મુલાકાત બાદ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે અમે ભરૂચ જિલ્લાના એસપી અને કલેક્ટરને રજૂઆત કરી.
આજે સવારે અમારો રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ હતો. ત્યાંથી અમારી અટકાયત કરીને અમને એસપી અને કલેક્ટર સમક્ષ લઈ જવામાં આવ્યા હતા. અમે આજે રજૂઆત કરી કે ભરૂચ જિલ્લામાં છેલ્લા અનેક વખતથી આવેદનપત્ર આપ્યા છે અને જણાવ્યું કે ખરાબ રોડ રસ્તાના કારણે અનેક યુવાનોના મૃત્યુ પણ થયા છે તેમ છતાં પણ વહીવટી વિભાગ ખાડા પૂરવામાં કોઈપણ રસ બતાવી રહ્યું નથી.
એક બાજુ સરકાર ટોલટેક્સ, આરટીઓ ટેક્સ, રોડ ટેક્સ, જીએસટી સહિતના ટેક્સ ઉઘરાવે છે, પરંતુ સુવિધાના નામે 0 છે, ત્યારે આજે ભરૂચની જનતા ત્રાહિમામ પોકારી ચૂકી છે. દહેજનો રોડ હોય, અંકલેશ્વરનો રોડ હોય, વાલીયાનો રોડ હોય કે ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ હોય કે ઝઘડિયાનો રોડ હોય, આ તમામ રોડના તમામ ખાડા સાત દિવસમાં પૂરવામાં આવે અને રોડનું રીસર્ફેસિંગ કરવામાં આવે એવી અમારી માંગણી છે.
જો સાત દિવસમાં આ કામ નહીં કરવામાં આવે, તો ફરીવાર અમે રસ્તા રોકો આંદોલન કરીશું. સાત દિવસમાં કામ નહીં થાય તો ભરૂચના નેશનલ હાઇવે નંબર આઠ પાસે ટોલ બુથ પર રસ્તા રોકો આંદોલન કરીશું.
વિરલ ગોહિલ, ભરૂચ