Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ ખાતે કારકિર્દી ઘડતર સેમિનાર યોજાયો

શ્રીમતી વી.ડી .ઘેલાણી મહિલા કોલેજ સાવરકુંડલામાં આર્થિક રોકાણ અંગે તથા કારકિર્દી ઘડતર માટેના સેમિનારો યોજાયા
તારીખ ૧૦-૯-૨૪ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં સેબી અમદાવાદ દ્વારા આર્થિક રોકાણોનું મહત્વ દર્શાવતો એક સેમીનાર યોજાયો, જેમાં સેબીના ટ્રેનર ભાવિનપુરિ ગોસાઈ દ્વારા નાણાકીય વ્યવસ્થાપન વિશે સરળ અને રસપ્રદ શૈલીમાં માહિતી આપવામાં આવી. કારકિર્દી ઘડતર અંગેના સેમિનારમાં પ્રાઇડ એકેડેમી સુરતના ડાયરેક્ટર  જગદીશભાઈ બરવાળીયાએ GPSC, UPSC, બેંક, ગૌણ સેવા પસંદગી મંડળ, રેલ્વે ,પોલીસ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ,હાઇકોર્ટ વગેરેમાં થતી ભરતી માટે જરૂરી તૈયારી વિશે સઘન માહિતી આપી.
બંને કાર્યક્રમમાં મહેમાનનો પરિચય કોલેજના આચાર્ય  ડી. એલ .ચાવડા સાહેબે આપ્યો તથા તેમનું સ્વાગત કર્યું .આભાર દર્શન પ્રા.છાયાબેન શાહે કર્યું .કારકિર્દી ઘડતર સેમિનારનું આયોજન શ્રી નુતન કેળવણી મંડળના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ તથા બંને કોલેજના આચાર્યશ્રીઓ મારફત કરવામાં આવ્યુ. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓનો સહયોગ સાંપડ્યો.
બિપીન પાંધી