સાવરકુંડલા ખાતે કાર્યરત સદ્દભાવના ગ્રુપ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ સંસ્થા ‘પ,પૂ ઉપામૈયા શિવ દરબાર આશ્રમ’ (કાનાતળાવ) ના સાંનિધ્યમાં રોવાકીય પ્રવૃત્તિનાં લાભાર્થે ચલાવવામાં આવે છે જેમાં સદભાવના ગ્રુપ દ્વારા બ્લડ હેલ્પલાઈન એમ્બ્યુલન્સ સેવા સહિત ૮ હેલ્પ લાઈન ચલાવવામાં આવે છે.

ગણેશ મહોત્સવની એક મહિના પહેલા જાહેરાત કરવામાં આવે છે જેમાં એક વ્યક્તિ રૂપિયા- ૫૦૦ આપી તેમનું નામ લખાવે છે, ત્યાર બાદ તમામ દાતાશ્રીઓનો ડ્રો કરવામાં આવે છે અને ડ્રો દ્વારા ગણેશ મહોત્સવના મુખ્ય દાતાશ્રીનું નામ જાહેર કરવામાં આવે છે. જેમાં ગઈ કાલે ગણેશ મહોત્સવ ૨૦૨૪ માટે રૂપિયા ૫૦૦/- વાળા દાતાશ્રીઓનાં કુલ ૧૬૧૨ નામ માંથી મુખ્ય દાતાશ્રી માટે ડ્રો કરવામાં આવ્યો હતો.

જેમાં વિજેતાનું કુપન ( વિષ્ણુ પંકજભાઈ ચૌહાણ ઉમર વર્ષ -૫) દ્વારા કુપન ખેંચીને વિજેતા નંબર- ૧૧૫૧ ( જલારામ ફટાકડા સ્ટોર ) – સદ્દભાવના ગૃપ ૨૦૪ નાં મુખ્યદાતા બન્યા. સદભાવના ગ્રુપ દ્વારા સાવરકુંડલા દ્વારા સર્વે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
બિપીન પાંધી

