ઉમરપાડા તાલુકામાં મંગળવારે સવારે ચાર કલાકમાં 10 ઇંચ વરસાદ વરસતા માંડવી તાલુકાની મહત્વની સિંચાઈ યોજનાનો આમલી ડેમમા વરેહ નદી સહિતનું પાણી આવતા, ડેમના આઠ પૈકી 6 દરવાજા ફરી એકવાર ખુલ્લા કરવા પડ્યાં હતાં.
અને લગભગ ચાર કલાક 12 હજાર ક્યુસેક પાણી છોડાયુ હતું. ડેમના 6 દરવાજા ખોલી, નિચાણવાળા વિસ્તારના 27 ગામોને એલર્ટ કરી દેવાયા હતા. પાણીની આવક ઘટતા બપોરના બે દરવાજા ખુલ્લા રખાયા હતા.
હાલ રૂલલેવલ 115.80 મીટર હોય, હાલ 115.50 મીટર સાથે આવક અને જાવક સરખી રાખી લેવલ જાળવવામાં આવ્યું છે.

