ગુજરાતમાં બકરા ચોરી અને રખડતા પશુઓની ચોરીના બનાવ તો ભૂતકાળમાં અનેક બની ચૂક્યા છે. હવે અશ્વ ચોરીનો બનાવ પણ સામે આવ્યો છે.
જૂનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા એક વ્યકિતની માલિકીના અશ્વની અજાણ્યો શખ્સ ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અશ્વને ભગાડીને લઈ જતો અજાણ્યો શખ્સ સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે રહેતા રજનીગીરી રમેશગીરી ગોસ્વામીએ શહેરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યા મુજબ પોતાની માલિકીની કાળા કલરની અંદાજે દોઢ વર્ષની વછેરી જેની કિંમત 60 હજાર રૂપિયાની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયાની ફરિયાદ કરી છે. ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

