Gujarat

પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે અડીયા ગામ નજીક સેવા કેમ્પનો પ્રારંભ કરાયો

પાટણ…
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર..

પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે અડીયા ગામ નજીક સેવા કેમ્પનો પ્રારંભ કરાયો

જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે સેવા કેમ્પનો પ્રારંભ..ચા ,પાણી, નાસ્તો મેડિકલ સાથે જમવા રહેવાની સગવડ જેમાં હોમગાર્ડ દળના જવાનો અવિરત સેવા આપશે..

પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે અડીયા ગામ નજીક સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે સેવા કેમ્પનો પ્રારંભ થતાં ચા ,પાણી, નાસ્તો મેડિકલ સેવા સાથે જમવા રહેવાની સગવડ કરવામાં આવી છે અને કેમ્પમા હોમગાર્ડ દળના જવાનો અવિરત સેવા આપશે.

ભાદરવી પૂનમના મેળામાં અંબાજી પગપાળા જતા પદયાત્રીઓની સેવામાં જિલ્લા હોમગાર્ડ કંમાડન્ટ સંજયભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ સૌ પ્રથમવાર અડીયા ગામ નજીક તારીખ ૧૧ થી ૧૪ સુધી સેવા કેમ્પમાં ચા, પાણી,નાસ્તો,બને ટાઈમ ભોજન આરામ સહિતની સેવાઓ સાથે આજ રોજ ભાજપ જિલ્લા પ્રમુખના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા હોમગાર્ડ કમાંન્ડન્ટ સંજયભાઈ ઠાકોર મોટી સંખ્યામાં હોમગાર્ડ દળના જવાનો ખડે પગે અવિરત સેવામાં જોડાયા હતા.

IMG-20240911-WA0103-1.jpg IMG-20240911-WA0102-0.jpg