કાણકિયા કોલેજ ખાતે ખેતાણી પરિવાર ફાઉન્ડેશનના સંપૂર્ણ આર્થિક સહયોગ સાથે મેગા થેલેસેમિયા કેમ્પ ખુલ્લો મુકાયો
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી ફાઉન્ડેશન પરિવાર સાવરકુંડલા વાળા (હાલ મુંબઈ)ના સંપૂર્ણ આર્થિક સહયોગથી આજરોજ તા.૧૨-૦૯-૨૦૨૪, ગુરુવારના રોજ મેગા થેલેસેમિયા કેમ્પનું જુદી જુદી પાંચ સંસ્થાના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવેલ. તે કેમ્પ વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો.
થેલેસેમિયા કેમ્પની શરૂઆત સર્વધર્મ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. પ્રિ.ડો.એસ સી.રવિયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે માહિતગાર કરેલ. આ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડો.જે.બી.વડેરા સાહેબ, સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસ (ગજાનંદ લેબોરેટરી), ખેતાણી પરિવાર ફાઉન્ડેશનવતી શ્રી અષ્ટકાંતભાઈ સૂચક તેમજ નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન ઘેલાણી, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુકુંદભાઈ નાગ્રેચા, ટ્રસ્ટીશ્રી જયંતીભાઈ વાટલીયા,વિભાગીય ટ્રસ્ટીશ્રી વિનુભાઈ રાવળ, ટ્રસ્ટીશ્રી અનિલભાઈ રૂપારેલ, ટ્રસ્ટીશ્રી જાબિરભાઈ ચૌહાણ,મહિલા કોલેજના પ્રિન્સિપાલશ્રી ડી.એલ.ચાવડા,ગુજરાત રેડક્રોસ સોસાયટી,અમદાવાદના સંયોજકશ્રી નિલેશભાઈ ભારતીય,સાવરકુંડલા ટાઉન P.I. શ્રી ચૌધરીસાહેબ,રાઈટર શ્રી જયદીસિંહ ગોહિલ, સાવરકુંડલાના સામાજિક અને વેપારી અગ્રણીશ્રી જગદીશભાઈ માધવાણી,જૈન સમાજના અગ્રણીશ્રી કિરણભાઈ મગીયા,પત્રકારશ્રી સૂર્યકાન્તભાઈ ચૌહાણ, યોગેશભાઈ ઉનડકટ,યશપાલભાઈ વ્યાસ તથા અન્ય મહાનુભાવોની આ કેમ્પમાં વિશેષ ઉપસ્થિતિ રહેલ.
નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ તેમજ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન તરફથી તમામ મહાનુભાવોનું શાલ તથા પુષ્પગુચ્છથી સ્વાગત અને અભિવાદન કરેલ તેમજ થેલેસેમિયા કેમ્પમાં સતત ચાર વર્ષથી જેમનો આર્થિક સહયોગ રહ્યો છે તેવા ખેતાણી પરિવાર ફાઉન્ડેશન દ્વારા સમગ્ર સાવરકુંડલા તાલુકામાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે સૌને માહિતગાર કરેલ.આ પ્રસંગે નૂતન કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુકુંદભાઈ નાગ્રેચા તથા ટ્રસ્ટીશ્રી અનિલભાઈ રૂપારેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ તેમજ પ્રિ.ડો.એસ.સી.રવિયાએ આભાર વિધિ કરેલ. ત્યારબાદ મેગા થેલેસેમિયા કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ બ્રાન્ચના ટેકનીશ્યનો દ્વારા આ થેલેસેમિયા ટેસ્ટની સમગ્ર કામગીરી પ્રશંસનીય રીતે કરવામાં આવેલ. આ કેમ્પમાં કાણકિયા કોલેજના ૩૬૦ વિદ્યાર્થીઓએ થેલેસેમિયા ટેસ્ટ કરાવેલ. કેમ્પને સફળ બનાવવામાં કોલેજના એનએસએસ વોલન્ટીયર્સ, એનસીસી કેડેટ્સ,યુથ રેડક્રોસ ક્લબના મેમ્બર્સ તથા કોલેજના સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવેલ.



