પપ્તિબેન પંડ્યા એ નાની ઉંમરમાં ૩૧૫ જેટલા સંસ્કૃતના ગહન શ્લોકો કંઠસ્થ કર્યા
જૂનાગઢમાં ધો.બીજામાં અભ્યાસ કરતી સાત વર્ષની નાનકડી ઢીંગલી ભક્તિબેન દક્ષેશભાઈ પંડ્યાએ તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ધર્મગ્રંથ સત્સંગ દીક્ષા ગ્રંથના કુલ ૩૧૫ જેટલા સંસ્કૃત ભાષાના શ્લોકો કંઠસ્થ કરેલા. પરિવારના ધર્મ પારાયણતા અને ઘરસભાના સુંદર સંસ્કારોનું બાળકોમાં સિંચન થાય છે. તેમ વિસાવદરના હરિભક્ત અમૃતભાઈ જોશીએ દૌહિત્રી ચિ.પપ્તિની જ્ઞાન સાધનાને અભિનંદન પાઠવેલ. તેમ અમૃતભાઈ જોશીની અખબારી યાદી જણાવે છે.
*સી. વી. જોશી વિસાવદર



