Gujarat

અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપ્યું

અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપ્યું

બાબરા તાલુકા ના ખબર પત્રી ગોરધનભાઈ દાફડા સાથે તાલુકા મેજીસ્ટ્રેટ દ્વારા થયેલ ડીસીપ્લીન અને રિસ્પેક્ટ વિહોણા વર્તન સબબ શિક્ષાત્મક પગલાં લેવા બાબત

પત્રકાર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવતા પત્રકારોમાં રોષ

સવિનય સાથે આપ નામદાર ગુજરાત સરકાર ને ગુણદોષ પર રજુઆત કરી એ તે પહેલાં કેટલીક હકીકત આપ નામદાર સરકાર ના ધ્યાન ઉપર મૂકી છીએ
બાબરા તાલુકા પ્રેસ પ્રતિનિધિ (ખબર પત્રી) ગોરધનભાઇ દાફડા સંપૂર્ણ નીસ્વાર્થ પણે પ્રશાસનિક વ્યવસ્થા ની ખૂબી ઓ અને ખામી ઓ સમસ્યા ઓ ઉજાગર કરી પ્રેસ સુધી લખી મોકવાનું કામ સેવાભાવ થી કરી રહ્યા છે સરકાર ની સિદ્ધ ઓ અને સમસ્યા ઓ મોકલતા કોઈ પણ પ્રકાર ના નિશુલ્ક વેતન ની અપેક્ષા વગર માત્ર ને માત્ર સેવા વૃત્તિ થી અખબારી ક્ષેત્રે સેવારત પ્રેસ પ્રતિનિધિ નું
ગત તા.૬/૦૯/૨૪ ના રોજ ગુજરાત સરકાર ની તાલુકા મામલતદાર ની અધ્યક્ષતા માં જન પ્રતિનિધિ ની ઉપસ્થિતિ માં મળેલ સંકલન સમિતિ ની બેઠક દરમ્યાન ઉચ્ચ અધિકારી તાલુકા મેજીસ્ટ્રેટ બાબરા દ્વારા પત્રકાર સાથે ખુબજ અશોભનીય વર્તન કરી ઔચિત્ય ભંગ વહેવાર સાથે સંપૂર્ણ ડીસીપ્લીન અને રિસ્પેક્ટ વિહોણા વર્તન સામે અમરેલી જિલ્લાના પત્રકારો ખુબજ નારાજ થયા હોય સરકારી કચેરી માંથી જતા રહેવા ફરજ પાડી “ગેટ આઉટ” જેવા શબ્દો થી જાહેર માં શિસ્ત ભંગ કરતા તાલુકા મામલતદાર ઉચ્ચ અધિકારી વિશેષ એકઝ્યુક્યુટિવ મેજી હોય તેના હોદા પદ પાવર પોઝીશન નો દૂર ઉપીયોગ કરી કરાવી શકે તેવી વ્યાજબી દહેશત હોય તેથી સામાન્ય વહીવટ વિભાગ પ્રભાગ તપાસ એકમ ૧૯૭૧ ની જોગવાઈ હેઠળ ની નોકરી ની સામાન્ય શરતો સેવા વર્તણુક ની નીતિ ઓ વિરુદ્ધ ના વર્તન સામે શિક્ષાત્મક પગલાં લેવા અમારી રજુઆત છે પત્રકાર એ દેશની ચોથી જાગીર છે જો પત્રકાર સાથે જ આવું વર્તન થશે તો અરજદારો નું શું થશે..સમસ્ત અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરીષદ ના વિવિધ તાલુકા પત્રકાર ના હોદેદારો ની નામદાર સરકાર સમક્ષ આતકે આવેદન પત્ર પાઠવી માંગ કરી છીએ કે સામાન્ય વહીવટ વિભાગ ની સેવા વર્તણુક ની નિયત જોગવાઈ હેઠળ શિક્ષાત્મક પગલાં લેવા હવે અમરેલી જિલ્લાના પત્રકારોએ જોવાનું એજરહયું કે ઉચ્ચક કકક્ષા એ થી કોઈ કાર્યવાહી કરવામાં આવે છે… કે..કેમ… એતો હવે જોવાનુજ રહ્યું

રિપોર્ટર. ગોરધન દાફડા અમરેલી