Gujarat

રાધનપુર ઘટકમાં સાતમા પોષણ માસની ઉજવણી કરાઇ,પોષણ અને આરોગ્ય વિશે માર્ગદર્શન અપાયું..

પાટણ.
રાધનપુર.
અનિલ રામાનુજ રાધનપુર

રાધનપુર ઘટકમાં સાતમા પોષણ માસની ઉજવણી કરાઇ,પોષણ અને આરોગ્ય વિશે માર્ગદર્શન અપાયું..

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આઈસીડીએસ ઘટક રાધનપુરમાં સાતમા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોષણ થી લઈને આરોગ્ય વિશે વિસ્તૃતમાં હાજર અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાયું હતું.જેમાં ભારતીબેન ચૌધરી ચેરમેન મહિલા અને બાળ કલ્યાણ સમિતિ પાટણ તથા ભરતભાઈ ચૌધરી પ્રમુખ તાલુકા પંચાયત રાધનપુર તથા જીતુજી ઠાકોર સદસ્ય તાલુકા પંચાયત રાધનપુર તથા અનુરાધાબેન પ્રજાપતિ મેડિકલ ઓફિસર તથા ઇમામભાઈ બલોંચ રિલાયન્સ ફાઉન્ડેશન તથા અમિષાબેન પટેલ સીડીપીઓ તથા ધીરુભાઈ દરજી સુપરવાઇઝર તાલુકા હેલ્થ ઓફિસ તથા icds સ્ટાફ તથા કાર્યકર બહેનો તથા તેડાગર બહેનો કિશોરીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત જેમાં આવનાર કર્મચારી,અધિકારીઓ દ્વારા પોષણ અને આરોગ્ય વિશે વિસ્તૃત વર્ણન કરી સમજ આપવામાં આવી હતી તેમજ તદુપરાંત કાર્યક્રમમાં ટેક હોમ રાશન માંથી બનાવેલ વાનગી નિદર્શન કરવામાં આવેલ તથા અન્નપ્રાસન તથા બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓનું એચબી કરવામાં આવ્યું હતું. આમ, રાધનપુર ખાતે રાધનપુર ઘટકમાં સાતમા પોષણ માસની ઉજવણી કરાઇ જેમાં પોષણ અને આરોગ્ય વિશે માર્ગદર્શન અપાયું હતું અને મોટી સંખ્યામાં કાર્યકરો, તેડાગર બહેનો અને કિશોરીઓ હાજર રહ્યા હતા.

IMG-20240913-WA0099.jpg