Gujarat

હારીજમાં ગણેશ ચતૃર્થીના તહેવારમાં ભૂગર્ભ ગટરો ઉભરાતા નગરજનોને ભારે હાલાકી..

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

હારીજમાં ગણેશ ચતૃર્થીના તહેવારમાં ભૂગર્ભ ગટરો ઉભરાતા નગરજનોને ભારે હાલાકી..

ભૂગર્ભ ગટર સમસ્યા મુદ્દે સ્થાનિક રાજકીય આગેવાનો શોભાના ગાંઠિયા સમાન…

પાટણ જિલ્લાના હારીજ શહેરમાંમાં જટિલ બનેલો પર્ષ્ણ એટલે ગટર ઉભરાવાની સમસ્યા અને સ્વચ્છતા નાં નામે મીંડું એટલે કે શહેરમાં ઠેરઠેર ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા નગરજનો હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.છેલ્લા કેટલાક સમય થી પાલિકા ની લાપરવાહીને લઇને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે ને શહેરના દિવસે ને દિવસે ગટર વ્યવસ્થા ને લઇને નેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

હારીજની વશરામ પુરા ચાલી, ઓમ શાંતિ ભુવન ,ભવાની મંદિર ,ત્રણ દરવાજા ,જલારામ પાર્ક સહિતના વિસ્તારોમાં ગણપતિ મહોત્સવના તહેવારમાં બાળકો ,મહિલાઓ ,
સિનિયર સિટીઝનો રાત્રીના સમયે ગંદા પાણીમાંથી પસાર થઈ દર્શનાર્થે નીકળવા મજબુર બન્યા હતા. ઉભરાતા ગટરના પાણી દુર્ગન્ધ મારતા નગરજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ચાલી વિસ્તારોમાં નાના બાળકોને ગટરના દુર્ગંધ યુક્ત પાણીને લઈ રોગચાળાની દહેશત ઉભી થવા પામી હતી સત્વરે હારીજ નગરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્ર પાસે માગ કરી હતી. ચૂંટણી સમયે રાજકીય આગેવાનો પોતાના રાજકીય રોટલા શેકવા મગરમચ્છની જેમ લોકો પાસે મતોની ભીખ માગી નીકળતા નજરે પડે છે જયારે ચૂંટણી પુરી થયા બાદ રાજકીય આગેવાનો ભૂગર્ભમાં ઉતરી જતા નગરજનોમાં ભારે રોશ જોવા મળ્યો હતો . સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે નગરજનો આ વખતે મત માગનાર કોઈ પણ પાર્ટીના સદસ્યને જડબાતોડ જવાબ આપે તો નવાઈ નહિ…

IMG-20240913-WA0114.jpg