છોટાઉદેપુરમાં લોક અદાલત યોજનાર છે. જેના અનુસંધાને છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ છોટાઉદેપુર પોલીસ તેમજ નેત્રમ શાખા દ્વારા છોટાઉદેપુર નગરમાં વાહન ચેકીંગ, ઈ ચલન રિકવરી તેમજ સરકાર દ્વારા શરૂ કરાયેલ ટ્રાફિક સમસ્યા અંગે વિવિધ એપ તેમજ સ્ટેટ ટ્રાફિક શાખામાં ટ્રાફિક અંગેની ફરિયાદ નિવારણ અંગે ક્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે.

તેમજ છોટાઉદેપુર જિલ્લામાં પણ શરૂ કરાયેલ ટ્રાફિક ફરિયાદ નિવારણ કન્ટ્રોલ રૂમ અનુસંધાને લોકોમાં પ્રચાર પસાર કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા ટ્રાફિક પીએસઆઇ વી.એન.ચાવડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને કામગીરી કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

