Gujarat

માતૃદેવો ભવ: અસ્થિ વિસર્જન..મુક્તિ માર્ગના હરિચરણ સ્પર્શ કાજેનું દ્વિતીય ચરણ

સાવરકુંડલાના પત્રકાર બિપીનભાઈ પાંધી તથા મુકેશભાઈ પાંધી, સોનિયાબેન, રૂપલબેન તથા આરતીબેનના  માતુશ્રી ચલાલા નિવાસી ગં. સ્વ શારદાબેન હરગોવિંદભાઈ પાંધીનું દુખદ નિધન થતાં ઘેરા શોક વચ્ચે મરણોત્તર ક્રિયાઓ પૈકી અસ્થિવિસર્જન વિધિ જુનાગઢમાં આવેલ ગિરિરાજ ગિરનારની તળેટીમાં આવેલ દામોદર કુંડ ખાતે જળઝીલણી અગિયારસના પવિત્ર દિવસે ખૂબ ખૂબ ભાવ અને આસ્થા સાથે હરિસ્મરણ કરતાં કરતાં પરિવારના મોભી દ્વારા સદગતના અસ્થિને જળને અર્પણ કરવામાં આવેલ.
આમ જીવના મુક્તિમાર્ગના દ્વિતીય ચરણ હરિ ચરણના સ્પર્શ માટેની યાત્રા  પ્રયાણનો પ્રારંભ થયો. આમ ગણીએ તો ભારતીય સંસ્કૃતિની અનોખી પરંપરા મુજબ જીવનું શિવ ચરણ સ્પર્શ માટે આ તમામ વિધિવિધાન વિધિવત્ પ્રક્રિયા દ્વારા જીવ જોજનો અંતર કાપીને દુન્યવી સંબંધો છોડીને શિવ ચરણમાં સ્થાન પામવાનો પ્રારંભ થાય છે. વ્યક્તિ ગમે તેટલી ઊંચાઈએ પહોંચે પરંતુ માતૃઋણથી કદી મુક્ત થઈ શકતો નથી એટલે જ કહેવાય છે કે “મા એ મા બીજા વગડાનાં વા.”
બિપીન પાંધી