સંત સુરા અને દાતારોની ભૂમિ એટલે જુનાગઢ. હાલ દાતાર પર્વત પર વર્ષો જૂની દાતાર બાપુની જગ્યા આવેલી છે જ્યાં હાલની ઉજવણી કરવામાં આવી રહી છે. દૂર દૂરથી શ્રદ્ધાળુ અહીં દાતાર બાપુના દર્શન માટે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.

દાતાર બાપુના ત્રણ દિવસ ધામધૂમથી ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે. ઉર્ષના પહેલા દિવસે દાતાર બાપુના આભૂષણો ગુફામાંથી બહાર કાઢવામાં આવે છે અને તેને જળાભિષેક કરી લોકોના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવે છે અને ત્યારબાદ પૂજા અર્ચના કરી તેને ગુફામાં ફરી મૂકવામાં આવ્યો છે. આજે ઉર્ષના દિવસે દાતાર બાપુની જગ્યાને દીવડાઓથી પ્રકાશિત કરવામાં આવે છે.

દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ જ આ દીવડાઓને પ્રજવલિત કરે છે. ત્યારે અહીંની જગ્યા દીવડાઓથી ઝગમગી ઊઠે છે. લોકો અહીં ત્રણ દિવસ ઉર્ષની મજા માણે છે. ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ દાતાર બાપુની જગ્યાનું લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દર વર્ષે અહીં લાખો લોકો સીડી ચડી દાતાર બાપુના દર્શને જાય છે. ભોજન પ્રસાદી લઈ બાપુના દર્શન કરી શ્રદ્ધાળુઓ પુણ્યનો ભાથું ભરે છે. તમામ વિભાગના અધિકારીઓ , અને વર્ષોથી જે પોલીસ તંત્ર આ જગ્યા સાથે આસ્થાભેર જોડાયું છે તે પણ આજના દિવસે અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

અહીં તમામ તહેવારો કોમી એખલાસના વાતાવરણમાં ઉજવાય છે જેનું કારણ છે એ જૂનાગઢમાં બે પર્વત આવેલા છે. એક દાતાર અને બીજો ગિરનાર જેમાં દાતાર પર્વત 3200 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. ઉપલા દાતારની જગ્યાથી તમામ લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. અહીં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો એક સાથે ઉર્ષની ઉજવણી કરે છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ દાતાર બાપુના ઉર્ષની 3200 ફૂટની ઊંચાઈ પર ઉજવણી શરૂ થઈ છે. આ પવિત્ર જગ્યામાં પ્રથમ ચંદન વિધિનું કાર્યક્રમ યોજાય છે. જેમાં દાતાર બાપુજે અમૂલ્ય આભૂષણો ધારણ કરતા હતા તેની ચંદન વિધિ કરવામાં આવી છે.

