હાલ વિધ્નહર્તા દેવ ગણેશજીની શ્રધ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારની ડભારી ગામની પ્રાથમિક શાળામાં પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ગણેશોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી.

શાળાનાં આચાર્ય જગદીશ પટેલનાં જણાવ્યા અનુસાર અત્રેની શાળામાં ગણેશોત્સવ ઉજવણીનાં ભાગરૂપે આરતી શણગારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જીવન વિકાસની આડે આવતાં સર્વે વિધ્નો દૂર થાય એવી યાચના સાથે શાળા પરિવારે શ્રીજીની ભક્તિભાવપૂર્વક આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.

