શ્રીજી વિસર્જનના દિવસે શહેરમાં ગણેશ વિસર્જન હોવાને કારણે પોલીસે શહેરના 11 રસ્તાઓ તરફ જવા માટે વૈકલ્પિક રસ્તા જાહેર કરવામાં આવ્યા હતા અને ડિજે માટે પણ એક હદ બાદ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને વૈકલ્પિક રસ્તા જાહેર કરવામાં આવ્યા છે.
આ જાહેરનામું સવારના 9 વાગ્યાથી લાગુ કરી દેવામાં આવશે. વિસર્જનને લઈને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં આજવાથી સરસીયા તળાવ, ડભોઈથી માંડવી તરફ, સંગમ ચાર રસ્તાથી માંડવી તરફ, સમા લિંક રોડથી કૃત્રિમ તળાવ, લેપ્રસી ગ્રાઉન્ડ કૃત્રિમ તળાવથી આજવા રોડ તરફ, જીયો કૃત્રિમ તળાવથી ખોડિયાર નગર, માંજલપુર કૃત્રિમ તળાવ તરફ, મહારાણી નર્સિંગ હોમથી પેલેસ ત્રણ રસ્તા તરફ, જેલ રોડ થી કોઠી તરફ અને ગોરવા દશામાં તરફ જતાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને તેની સામે વૈકલ્પિક રસ્તા જાહેર કરવામાં આાવ્યા છે.
નવલખી કૃત્રિમ તળવામાં આવવા જવા માટે 4 પોઈન્ટ કરવામં આવ્યા છે અને ત્યાંથી બહાર જવા માટે પણ 4 પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સાથે નવલખી કૃત્રિમ તળાવ, લેપ્રસી કૃત્રિમ તળાવ, ખોડીયાર નગર જીયો કૃત્રિમ તળાવ, અને દશામાં ગોરવા તળાવ તરફ જતા ડીજે માટે પણ અમુક હદ પછી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ડીજેને એક્ઝીટ પોઈન્ટ પણ આપવામાં આવ્યા છે.

