Gujarat

કરજણમાં વાનરો વીજવાયરો ઉપર કૂદતાં જર્જરિત થાંભલો ધરાશાયી

કરજણ નવા બજાર વિસ્તારમાં જનતા કોલ્ડ ડ્રિંગ્સ પાસે સવારના સમયે વાંદરાઓ કુદાકુદ કરવાથી એકદમ જર્જરીત થયેલ જીવંત વાયર સાથેનો વીજ થાંભલો મેઈન રોડ તરફ પડ્યો હતો. જેમાં રોડ ઉપર પડવાથી ઈકો ગાડીને નુકસાન થવા પામ્યું હતું.

કરજણ નવા બજાર વિસ્તારમાં જૂની નગરપાલિકા બિલ્ડિંગથી એસટી ડેપો તરફ જવાના રોડ ઉપર આવેલ જનતા કોલ્ડ ડ્રિંગ્સ પાસે સવારના સમયે વાંદરાઓ વીજવાયો ઉપર કુદાકુદ કરતા હતા.

ત્યારે જર્જરીત હાલતમાં થઈ ગયેલો જીવંત વાયર સાથેનો વીજ થાંભલો મેઇન રોડ ઉપર પડવાથી રોડ પરથી પસાર થતી ઇકો ગાડી પર થાંભલો પડતા ઈકોગાડીને નુકસાન થવા પામ્યું છે.

સદનસીબે મોટી જાનહાની ટળી હતી. જ્યારે અડધો કલાક બાદ જો થાંભલો પડ્યો હોત તો આજ રોડ પરથી ઇદે મિલાદનું જૂનું પસાર થવાનું હોવાથી મોટી જાનહાની થાત. પરંતુ થાંભલો વહેલો પડતા જાનહાની ટળી હતી.