સોરઠની ખ્યાતનામ વિખ્યાત શૈક્ષણિક ડો. સુભાષ એકેડેમી ખાતે જુનાગઢના કેળવણીકાર,સમાજશિલ્પી અને એકેડેમીના સ્થાપક પેથલજીભાઈ ચાવડાની ૯૫મી જન્મજયંતી તેમજ ડો. સુભાષ આર્યકન્યા છાત્રાલયના સ્થાપના દિવસ નિમિતે વિવિધ સામાજિક,સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુવા ટ્રસ્ટી રાજભાઈ ચાવડાના મહેમાનોના શાબ્દિક સ્વાગત બાદ પુષ્પોથી મહેમાનોને આવકારવામાં આવ્યા હતા અને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યકમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢના લોકપ્રિય ધારાસભ્ય સંજય કોરડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત જૂનાગઢ આર.એસ.એસ.ના સંપર્ક પ્રમુખ જીતુભાઈ ભીંડીએ આર.એસ.એસ.ની રાષ્ટ્ર સેવામાં ભૂમિકાની તથા વર્તમાન સમયમાં કયા કયા પ્રકલ્પો કામ કરી રહ્યા છે, તેની સવિસ્તારથી વાત મૂકી હતી આ પ્રસંગે જેમાં રીચ થીંકર,વકતા લેખક ડૉ.અંકિતાબેન મુલાણીનું પ્રેરક વ્યાખ્યાન રાખવામાં આવેલ જેમાં બહેનશ્રીએ એબીસીડીના તમામ અક્ષરોને વિદ્યાર્થી જીવન સાથે જોડી અનેક પ્રેરક દ્રષ્ટાંતો આપી જીવનલક્ષી વાતો મૂકી હતી.

અધ્યક્ષીય વક્તવ્ય આપતા ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવેલ કે બહેનો માટે કોઈ અલગથી અભ્યાસ માટે કે રહેવા માટે સલામતી ભરી કોઈ સુવિધા નહોતી ત્યારે પેથલજીભાઈએ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી આધુનિક આવાસોનું નિર્માણ કરી જૂનાગઢ વિસ્તારને શૈક્ષણિક નગરી બનાવી આ માટે તેમને આપણે યાદ કરીએ છીએ, વધુમાં જણાવતા જવાહરભાઈ સાચા રાહબર અને સાચા માર્ગદર્શક છે.એમની પ્રેરણા અને સેવા સમાજ માટે ખૂબ જ હિતકર છે અને રહેશે.

આ સેવાકીય અને વિશિષ્ટ કાર્યક્રમમાં ઈકબાલભાઈ મારફતિયા, રાજેશભાઈ બુચ, મીતાબેન ચાવડા, ટ્રસ્ટી રાજભાઈ ચાવડા, મેઘનાબેન ચાવડા, ગોવિદભાઈ ચાવડા ડૉ.સુભાષ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ દીપકભાઈ પટેલ પૂ.પેથલજીભાઈ ચાવડાના પરિવારજનો, સ્નેહીજનો તથા અનેક નગરજનો અને શ્રેષ્ઠીઓ અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.

આ ઉજવણી નિમિતે યોજાયેલ રક્તદાન શિબિરમાં અનેક મિત્રો,સ્નેહીજનો ડૉ.સુભાષ પરિવાર સાથે જોડાયેલા અધ્યાપકો અને ખાસ તો વિદ્યાર્થી ભાઈ –બહેનોએ રક્તદાન કરી પૂ.બાપુજીને ભાવાંજલિ આપી હતી.જેમને સંસ્થા પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ અભિનદન પાઠવી હર્દયનો આનંદ પ્રગટ કર્યો હતો.

આ કાર્યક્રમના અંતિમ દોરમાં રાત્રે વિખ્યાત હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળાનો હાસ્યરસનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમણે તમામ શ્રોતાઓનનું જ્ઞાન સાથે મનોરંજના કરતા પેટ પકડીને ભરપૂર હસાવ્યા હતા.આ કાર્યક્રમનું સુચારું સંચાલન કરતા કોલજ આચાર્ય બલરામ ચાવડાએ પૂ.બાપુજીની જીવન ઝરમરનો પરિચય આપી આગવા અંદાજમાં સંચાલન કરી સહુને સાહિત્યના સોંદર્ય અને સત્વનો પરિચય કરાવ્યો હતો.

