Gujarat

ભચાઉ નજીક 2.7 રિક્ટર સ્કેલની તિવ્રતાનો આંચકો નોંધાયો, કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિમી દૂર

કચ્છમાં વર્ષ 2021ના ભયંકર ભૂકંપ બાદ નાના મોટા આંચકાઓ આવવાનું યથાવત છે. આજે સવારે 7 વાગ્યાના અરસામાં કચ્છમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.

જો કે, સવારે આવેલા આંચકાની તિવ્રતા 2.7 રિકટર સ્કેલ હોય ઓછા લોકોને તેનો અનુભવ થયો હતો. આજે આવેલા આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિમી દૂર નોંધાયું છે.

કચ્છમાં આજે સવારે 6 અને 59 મિનિટે 2.7 રિકટર સ્કેટલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી વિભાગમાં આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિમી દૂર નોંધવામાં આવ્યું છે.