Gujarat

વાગરા બસ સ્ટેન્ડમાં  આવેલ ATM સેન્ટરમાં આગ લાગતા અફડાતફડી- એસ.ટી કર્મચારીઓએ જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો

વાગરા નગરમાં આવેલા એસટી ડેપોમાં આવેલ હીટાચી ATM સેન્ટરમાં આકસ્મિક કોઇ  અગમ્ય કારણોસર આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. આ દરમિયાન સ્થળ ઉપર હાજર લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. બસ સ્ટેન્ડમાં આગ લાગી હોવાની  જાણ થતાં એસટી કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ફાયર સેફ્ટીના સાધનો વડે આગ પર કાબુ મેળવી લીધો હતો.
આગ લાગવાની ઘટના બાદ તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી થતાં મોટું નુકશાન થતા બચી ગયું હતું.સદભાગ્યે આગ લાગવાની આ ઘટનામાં કોઇ જાનહાની નહિ થતાં સહુએ રાહત અનુભવી હતી.મળતી વિગતો મુજબ વાગરા નગરમાં એસટી ડેપોમાં હીટાચી કંપનીનું ATM મશીન આવેલું છે.
આજરોજ  સવારના લગભગ ૯ વાગ્યા  આસપાસના સમયે એટીએમ સેન્ટરમાં  રહેલી બેટરીઓમાંથી અચાનક ધુમાડા નીકળતા દેખાતા ત્યાં નજીકમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી.જોકે આગે દેખા દેતા તરતજ  એસટી ના કર્મચારીઓ ત્યાં  દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર એક્સ્ટીંગ્યુશર ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.આગ લાગવાની  ઘટનાની જાણ થતા વાગરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે ઉપર દોડી આવ્યો હતો.
જોકે એસટી કર્મચારીઓએ  સમય સુચકતા વાપરી  આગ પર કાબુ મેળવી લેતા સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.આગ લાગવાની ખબર વાયુવેગે નગરના વિવિધ વિસ્તારમાં પહોંચી જતા  ઘટના સ્થળે લોક ટોળા એકત્ર થઈ ગયા હતા.જોકે તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેવાતા સહુએ રાહત અનુભવી હતી.
વિરલ ગોહિલ, ભરૂચ