ગણપતિ બાપા મોરિયા અગલે તુ જલ્દી આના ગગનભેદી નારા સાથે વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી
સમગ્ર છોટાઉદેપુર જીલ્લાના 6 તાલુકાઓમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ ઘરોમાં તથા જાહેર જગ્યા ઉપર ભગવાન વિઘ્નહર્તા ગણેશ ની સ્થાપના કરવામાં આવી હતી દસ દિવસ ધામ ધુમ પૂર્વક ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કર્યા બાદ આજરોજ 10 માં દિવસે ભારે ધામધૂમ અને ડીજેના તાલ સાથે છોટા ઉદયપુર ની આવેલી ઓરસંગ સહિતની સાત જેટલી નદીઓમાં વિધિવત રીતે વિસર્જન પ્રક્રિયા કરવામાં આવી હતી દસ દિવસનું આદિત્ય માણ્યા બાદ આજ રોજ શિવ પાર્વતી નંદન ભગવાન ગણેશ ને નમ્ર આંખોએ વિદાય આપવામાં આવી હતી
છોટાઉદેપુર જિલ્લા મથકે આજરોજ સવારથી ગણેશ વિસર્જન ની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા મથકમાં 50થી 60 જગ્યાઓ પર વિધિવત રીતના ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી હોય જે અંગે આજ રોજ દસ દિવસ પૂર્ણ થતા વિસર્જન ની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી દસ દિવસ મારે મહેનત અને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવેલો ગણેશ પર્વ આજરોજ પૂર્ણ થતા નાચ ગાન અને ગણેશ આરાધના સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું મનમોહક છબીની સાથે દરેક ભક્ત માટે પ્રિય ભગવાન ગણેશ ને વિદાય આપવાની હોય જે અંગે નમ્ર ભાવથી ભક્તોએ વિદાય આપી હતી. જ્યારે કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાધન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કેછોટાઉદેપુર જિલ્લામાં 1 એસપી, 4 ડી.વાયએસપી, 14 પી.આઈ, 20 પી.એસ.આઇ, 630 પોલીસ જવાન, 25 એસ.આર.પી.જવાન, 650 જી.આર.ડી જવાન , 650 હોમગાર્ડ, 65 ટી.આર.પી, ncc 50, અને.એન.એસ.એસ 50 એમ કુલ 2168 પોલીસ જવાન પોલીસ બંદોબસ્તમાં તૈનાત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર