દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો 74મો જન્મદિવસ છે. જેને લઈને છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસને લઈને શુભેચ્છાઓ પાઠવી હતી. આ અંગે સરપંચ થી લઈને સાંસદ સુધી પહોંચેલા જશુભાઈ રાઠવા એ જણાવ્યું હતું. કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને મેં ખૂબ નજીકથી જોયા છે. અને હું જ્યારે સરપંચ હતો. અને તાલુકા ભાજપ મહામંત્રી તરીકેનું કામ કરતો હતો.
ત્યારે એમને 2005માં આ વિસ્તારની અંદર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરીને કેટલાક બાળકોને પોતાના હાથે આંગળી પકડીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. જે વિદ્યાર્થીઓ આજે ડોક્ટર, એન્જિનિયર અને પ્રોફેસર બન્યા છે. અને એમને ગુજરાતના સર્વાંગી વિકાસ માટે અને આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે 2007માં વન બંધુ કલ્યાણ યોજનાઓ અમલમાં મૂકીને છોટાઉદેપુર નહીં પરંતુ ગુજરાતનો સમગ્ર આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, સિંચાઈ ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે વિવિધ યોજનાઓ બનાવીને એમને અન્ય સમાજની હરોળમાં લાવવાના પ્રયત્નો કર્યા છે.
અને આદિવાસી સમાજને આર્થિક રીતે સમૃદ્ધ કરવાના પ્રયત્નો કર્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છોટાઉદેપુર ને જીવતું રાખવા માટે ધબકતું રાખવા માટે એમને વડોદરા જિલ્લામાંથી વર્ષ 2013માં છોટાઉદેપુરને અલગ જિલ્લો બનાવીને વિકાસની યાત્રાને વધુ વેગવંતી બનાવી છે. એમ સાંસદ જશુભાઈ રાઠવાએ વડાપ્રધાનના જન્મદિવસને લઈને જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર