Gujarat

છોટાઉદેપુર જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને છોટાઉદેપુર ખાતે નિવાસી અધિક કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા સમાજના વિવિધ મુદ્દાઓને લઈને છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે નિવાસી અધિક કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવેલ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કરેલા આદેશનુંઅમલ થાય કરવા બાબતે અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની ભરતીમાં વાલ્મિકી સમાજની વર્ષ 1976 થી જિલ્લા દીઠ બે બેઠકો મળતી હતી. બે વર્ષ 2012 થી કાઢી નાખવામાં આવેલ છે. આ બે બેઠકો સરકાર દ્વારા જાહેરાત કરાયેલ 24,700ની ભરતીમાં પુનઃ શરૂ કરી લાભ આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર