Gujarat

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલિખેરવા ગામના લોકો સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલ 1.81નો માર્ગ જે સાત સોસાયટી માંથી પસાર થઈ રહ્યો છે

પરંતુ અહીના  રહિશો કહી રહ્યા છે. કે હવે અમને નથી જોવાતો નવીન માર્ગ અમને  પહેલા જે હતો તે માર્ગ આપો..કેમ આવું કહી રહ્યા છે..આ વિસ્તારના રહીશો જુવો આ અહેવાલમાં
બોડેલીથી રાજ ખેરવા તરફ જતો આ માર્ગ કે રાહદારીઓ અને સોસાયટીના રહીશોને અગવડતા ન પડે તે માટે બનાવવામાં આવી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષ પહેલા બનાવવામાં આવી રહેલ બે કિમીના માર્ગને 600 મીટરનો માર્ગ છોડી દેવામાં આવ્યો છે. આ 600 મીટર બનાવવાનો છોડી દીધી છે. આ માર્ગ સાત જેટલી સોસાયટી થાય છે.
જ્યા આજે પણ ઊંડા ખાડા અને પાણીથી ભરાયેલ ખાબોચિયાં છે. ભરાયેલ પાણી ને લઇ મચ્છર જન્ય રોગોથી પણ લોકો પીડાવાનો વારો આવ્યો છે.માર્ગ પૂરો કરવાની રજૂઆતો કરી કરીને થાકેલા લોકો હવે કંટાળી ગયા છે. તેમને અધિકારીઓ એક જ વાત કહી રહ્યા છે. કે રસ્તામાં દબાણો છે. તે બાબતની અરજી મળે છે. જેને કાઈ કામગીરી અટકાવી દેવામાં આવે છે.હવે કામગીરી ન થતા રહેશો આજીજી કરી રહ્યા છે. કે જો રોડ બંવવવો ન હોઇ તો અમને અમારો રોડ પાછો આપો. અને એ પણ ન થઈ શકે તો મશ મોટા જે ખાડા જે રોડ બનાવવા પડ્યા છે.
તેને પૂરી આપો
જે આગાઉ માર્ગ હતો તે અમને પરત આપો તેવી વાત એટલા માટે લોકો કહી રહ્યા છે. કે જે માર્ગ હતો. તે આમ તો યોગ્ય જ હતો પણ તંત્રને આ માર્ગ પહોળો કરવો હતો. જેથી લોકોને વધુ સુવિધા મળે  પણ કેટલાક વિઘ્ન સંતોષી લોકો એ  માર્ગ બની રહ્યો છે. તેની આસપાસના મકાનોના દબાણો છે. તે બાબતની માર્ગ અને મકાન વિભાગમાં અરજી કરતા  માર્ગ બનતા રોકી દેવામાં આવે છે.
અરજી મળતા અધિકારીઓ એક વાર નહિ ત્રણ ત્રણ વાર જિલ્લા પોલીસ કાફલા સાથે ઓટલા, કમ્પાઉન્ડ વોલ જેવા દબાણ હતા તે દૂર કર્યા કેટલાક લોકો એ તો જાતે નોટીશ મળતા દબાણો દૂર કર્યા અને હવે દોઢ વર્ષ થવા આવ્યું પણ આજે પણ દબાણો નું રટણ કરવા માંજ આવી રહ્યું છે.અને માર્ગ આજે પણ પૂર્ણ થયો નથી. આ માર્ગને નવો બનાવવા માટે લગભગ બે થી ત્રણ ફૂટ ખોદવામાં આવ્યો હોવા થી ખાડા પડી ગયા છે. અને મકાનો ઉપર આવી ગયા છે જેથી મકાન માંથી જો નીકળવું હોઈ તો મુશ્કેલી પડી રહી છે.
કેટલીક લોકો પડી જવા ના બનાવને લઇ ઘાયલ પણ થયા છે. છતાં જાણે લોકોની જાણે પડી ના હોઈ તેમ આજે પણ દબાણો બાબતે વિઘ્ન સંતોષી લોકો ઓન લાઈન ફરિયાદ કરી તંત્ર અને રાહિશોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. કેટલાક લોકો સરકારના કામમાં અડચણ કરી રહ્યા છે. અધિકારીઓ કેમ સમસ્યાનો નિકાલ નથી લાવી શકતા. કેમ અધિકારીઓ રાજકારણીઓના હાથા બની રહ્યા છે. કેમ નક્કર નિર્ણય લઈ શકતા નથા. કેમ દબાણોના મુદ્દાને લઇ કામને અટકાવવા માં આવે છે. ખરેખર  દબાણો જ હોઈ તો  ફરી એકવાર માપણી કરી કેમ દબાણો દૂર કરવામાં આવતા નથી. શું તંત્ર પાસે યોગ્ય માપ નથી. તંત્રની આવી બેદરકારીનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર