પાટણ..
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર..
પાણી પુરવઠા વિભાગ રાધનપુર અને સમીના હેડ વર્કસની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
મુલાકાત દરમિયાન સંલગ્ન અધિકારીઓને કામગીરી અંગે જરુરી સુચન કરતા મંત્રી
રાધનપુરના સાતુન તેમજ સમી સ્થિત પાણી પુરવઠા વિભાગના હેડ વર્કસની મુલાકાત પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયા દ્વારા લેવામાં આવી હતી. જે અંતર્ગત મંત્રી એ હાલમાં યોજના અંતર્ગત ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મંત્રી એ ફિલ્ટર રૂમની મુલાકાત પણ લીધી હતી. તેમજ યોજના અંતર્ગત આવેલ આર.સી.સી.પંપ, ઊંચી ટાંકી, કમ્પાઉન્ડ વોલ, ગ્રેવિટી મેઈન પાઇપ લાઇન મશીનરી વગેરેની સમીક્ષા મંત્રી દ્વારા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ₹84.88 કરોડના ખર્ચે અમલી બનેલ નર્મદા મેઈન કેનાલ આધારિત બીકે-3 (પી-2) જૂથ યોજના રાધનપુર અને સાંતલપુર (રાસ) સુધારણા જૂથ યોજના અંતર્ગત હાલમાં રાધનપુર અને સાંતલપુરના 64 ગામ, 3 ફળિયા અને 1 શહેરના લોકો લાભ લઇ રહ્યા છે. તો સમી ફિલ્ટર પ્લાન્ટ થી પાટણ જિલ્લાનાં બે તાલુકાનાં 78 ગામનો સમાવેશ થયેલ છે. આ ફિલ્ટર પ્લાન્ટથી જોડાયેલ ગામ અને શહેરની કુલ વસ્તી વર્ષ-2011 મુજબ 1,53,893 ની છે.
રાધનપુર અને સમી હેડ વર્કસની આ મુલાકાત દરમિયાન મંત્રીની સાથે સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર તેમજ પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
.







