Gujarat

શંખેશ્વરની દીકરીએ જર્મની પહોંચી જનમંગલ ટ્રસ્ટનું ઋણ અદા કર્યુ..

પાટણ
રાધનપુર.
અનિલ રામાનુજ રાધનપુર

શંખેશ્વરની દીકરીએ જર્મની પહોંચી જનમંગલ ટ્રસ્ટનું ઋણ અદા કર્યુ..

સંસ્કારોનું સિંચન કરનાર ગુરૂ સમાન જીજ્ઞાબેન શેઠને માતાપિતાનો દરજ્જો આપ્યો..

પાટણ જિલ્લાના શંખેશ્વરની દીકરી રિકુ રામી વિદેશની સફરે પહોંચતા પોતાના જીવનમાં શૈક્ષણિક ક્ષત્રે સંસ્કારોનું સિંચન કરનાર જન મંગલ સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ જિજ્ઞા કોમ્પ્યુટરના ઓનર જીજ્ઞાબેન શેઠને પોતાના માતાપિતાનો દરજ્જો આપી વિડિઓ માધ્યમથી ઋણ અદા કર્યું હતુ

જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ – શંખેશ્વર એક સેવાભાવી સંસ્થાની સાથે સાથે સ્નેહનો સાશ્વત સંબંધ રચનારી એક અદ્ભુત પ્રેરણા પણ છે વઢિયાર પંથકની જેટલી દીકરીઓ તૈયાર થાય છે એ આ સંસ્થા પ્રત્યેનો અતૂટ નાતો જીવનભર જાળવે છે.

શંખેશ્વર તાલુકામાં છેવાડાના ગામો સુધી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ જગાવી મહિલાઓને પગ ભર કરનાર જીજ્ઞા કમ્પ્યુટર ક્લાસિસમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતી રિંકું એના સપનાનું આકાશ લઈને જર્મની ગઈ અને વિદેશની ધરતી પર હોવા છતાં સંસ્થા પ્રત્યેનો એનો સ્નેહ એણે આ વિડિયો સંદેશમાં પાઠવ્યો. એણે પોતાના હ્રદયની લાગણી રેડીને જણાવ્યું હતું કે મારા જીવનમાં – વિકાસમાં જેટલી ભૂમિકા મારા માતા – પિતાની રહી છે એટલી જ ભૂમિકા મેમ જીજ્ઞાબેન શેઠ ની રહી છે.સંસ્થાનું ઋણ અદાકરનાર રીંકુ વિદેશની ધરતી પર પહોંચી કાર્ય ક્ષત્રે ખુબજ નામના મેળવી વતનનું પરિવારનું નામ રોશન કરે એવી જન મંગલ સંસ્થા જિજ્ઞા કોમ્પ્યુટર જીજ્ઞાબેન શેઠ પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવી તેમજ એનાં ઉજ્જવલ ભવિષ્ય માટે ભગવંત પાર્શ્વનાથને પ્રાર્થના કરી હતી

IMG-20240920-WA0140-0.jpg IMG-20240920-WA0141-1.jpg