જેતપુરમાંથી દારૂના દૂષણને દૂર કરાવવા મહિલા આગેવાનોની ઝુંબેશના સમાચારો દ્વારા મસમોટા અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરતા છેક ગાંધીનગર સુધીની પોલીસ સફાળી જાગી ગઈ છે.
છેલ્લા બે દિવસથી જેતપુર શહેરમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને બહારની પોલીસ દ્વારા દેશી દારૂના દરોડા પાડવામાં આવી રહ્યા છે.બહારની પોલીસની કામગીરી વચ્ચે સ્થાનિક પોલીસ બે-ચાર જગ્યાએ દરોડા પાડીને સંતોષમાંની રહી હોવાનો તાલ સર્જાયો છે. પરંતુ જાણકારો કહે છે કે જેતપુર શહેરમાં બહારની પોલીસે દરોડા પાડવાનું શરૂ કરતા સ્થાનિક પોલીસની આબરૂ ઘટે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.
જેતપુર શહેરમાં રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફર્લો સહિતની બહારની પોલીસે જેતપુર શહેરમાં ત્રાટકીને દેશી દારૂના ધંધાર્થીઓને સાણસામાં લીધા હતા. અનેક જગ્યાએથી દેશી દારૂ બનાવવાના સાધનો મળી આવ્યા હતા. બહારની પોલીસે કામગીરી કરીને આગળની તપાસ માટે સ્થાનિક પોલીસને ધંધે લગાડી છે. ત્યારે સ્થાનિક પોલીસને મને કમને કામગીરી કરવી પડતી હોવાનું કહેવાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જેતપુર શહેરમાં ઘર કરી ગયેલા દારૂના દૂષણને દૂર કરવા માટે છેલ્લા એકથી દોઢ મહિના થયા નગરપાલિકાના કોંગ્રેસના સદસ્ય શારદાબેન વેગડા તેમજ શહેનાઝબેન બાબી દ્વારા અસરકારક આંદોલનાત્મક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. આવા તમામ કાર્યક્રમો એટલે કે મહિલા આગેવાનો દ્વારા પડાતી જનતા રેડમાં તમામ અખબારી અહેવાલો દ્વારા સચોટ રીતે પ્રસિદ્ધ કર્યા હતા. પરિણામે
જેતપુરની પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ છે.
અખબારી અહેવાલો છેક ગાંધીનગર સુધી પહોંચતા હવે કહેવાય છે કે રાજ્યના ગૃહ મંત્રીએ લાગતા વળગતા જિલ્લા પોલીસ વડા દ્વારા જેતપુર શહેરમાં બહારની પોલીસને મોકલીને દારૂના દરોડા પાડવા સૂચના અપાઇ છે. આ વાત સાબિત થતી હોય તેમ છેલ્લા બે દિવસથી જેતપુર શહેરમાં બહારની પોલીસના અનેક વાહનો શહેરમાં ઘુમરા મારે છે. ઠેરઠેર દારૂના દરોડા પાડવામાં આવી રહ્યા છે. આવા સમયે જેતપુરની પોલીસ પણ પોતાનું નાક સાચવવા માટે બે-ત્રણ જગ્યાએ દરોડા પાડીને કામગીરી બતાવી રહ્યું છે
જેતપુર પોલીસે રહી રહીને પાડ્યા દારૂ દરોડા
જેતપુર : ગુજરાત રાજ્યમાં દારૂ-જુગારની બદીને ડામવા માટે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી તરફથી સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ જે ડ્રાઇવ સબબ રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ ની સુચના તથા જેતપુર વિભાગના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષી રાવલ સાહેબ ના માર્ગદશન હેઠળ પ્રોહી. જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવા સુચના કરેલ. જે અંગે અમો પોલીસ ઇન્સ્પેકટર પી.ડી,દરજી તથા રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો ટીમ તથા અન્ય પોલીસ સ્ટાફ સાથે જેતપુર શહેરમાં અલગ-અલગ વિસ્તાર જેવા કે, ભાદરના સામાકાઠાં તથા નરસંગ ટેકરી વિસ્તાર તથા ફુલવાડી વિસ્તાર તથા વડલી ચોક વિસ્તાર તથા ઘેટાવાળા પ્લોટ વિસ્તારમાં સફળ રેઇડો કરી અલગ-અલગ જગ્યાએથી કુલ-૦૫ પ્રોહીબીશનના કેસો શોધી કાઢેલ
છે. જેમા દેશીદારૂ લીટર-૪૧ કિ.રૂ.૮૨૦/- તથા દેશીદારૂ બનાવવાનો આથો લીટર-૬૦૦ કી.રૂ.૧૨૦૦/ કુલ મુદામાલ કિ.રૂ.૨૦૨૦/- ના કેસો કરવામાં આવેલ. જેમાં નીચે મુજબના આરોપીઓ વિરૂધ્ધ જેતપુર સીટી પોલીસ સ્ટેશનાં ગુનો રજી. કરવામાં આવેલ છે. (૧) ભાદરાના સામાકાઠાં તથા નરસંગ ટેકરી વિસ્તાર
(૧) રાખીબેન ઉર્ફે રેખાબેન ડો/ઓ મનસુખભાઇ હમીરભાઇ રાઠોડ, રહે. ભાદરના સામાકાંઠે, મનોજ પ્રિન્ટની સામે, ખોડીયાર માતાજીના મંદીરની પાસે, જેતપુર
(૨) વનરાજભાઇ પ્રતાપભાઇ બોઘરા, રહે. દેરડીધાર આવાસ યોજના, જેતપુર
(૩) હંસાબેન ધનજીભાઇ ચાવડા, રહે. નરસંગ ટેકરી, જેતપુર (૨) ફુલવાડી વિસ્તાર
જયાબેન વા/ઓ પ્રકાશભાઇ નાથાભાઇ મકવાણા, રહે. ગોંડલ દરવાજા પાસે, ફુલવાડી બીટ, જેતપુર, (૩) વડલી ચોક વિસ્તાર
નાથીબેન વા/ઓ નાથાભાઈ રાઠોડ રહે. બાપુનીવાડી, વડલીચોક પાસે, જેતપુર, ઘેટાવાળા પ્લોટ વિસ્તાર
આશીયાનાબેન ડો/ઓ રહીમભાઇ હેરન્જા, રહે. ગોંડલ દરવાજા, બાપા સીતારામ ચોક પાસે, જેતપુર કામગીરી કરનાર ટીમ
જેતપુર સીટી પો.સ્ટે. તથા રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો તથા અન્ય અધિકારીશ્રી તથા પોલીસ કર્મચારી ટીમ રોકાઈ હોવાનું
(પી.ડી.દરજી) પોલીસ ઇન્સ્પેકટરે જણાવ્યું હતું.


