Gujarat

છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા દરબાર હોલ છોટા ઉદેપુર ખાતે દસમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો

સામાન્ય છેવાળાના નાગરિકોના પ્રશ્નનું એકજ સ્થળ ઉપરથી નિરાકરણ થાય અને તમામ યોજનાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે 10માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય સાથે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના રાઠવા,જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ પટેલ,APMCના ચેરમેન મુકેશ પટેલ,ચીફ ઓફિસર ભાવિન બરજોડ,મામલતદાર અને વહીવટદાર ભાભોર સહિત ખૂબ મોટી સંખ્યામાં વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર