Gujarat

વધુ વરસાદના કારણે વાવાઝોડામાં ઘરને થયેલ નુકસાન અને પ્રશુ મૃત્યુ સહાય અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભાના વિવિધ ગામોના લાભાર્થીઓને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં સહાય માટે ચેક વિતરણ કરાયો છે

છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના વિવિધ ગામો જેવા કે નાના અમાદ્રા (ક), મોટી બેજ, ખટાસ, જામ્બા,કેવડા,ભાનપુર, મોટી ખાંડી, વડોથ, બોરકંડા, ચુલી સહિતના ગામોના લાભાર્થીઓને ચોમાસામાં વધુ વરસાદના કારણે વાવાઝોડાના કારણે ઘરને થયેલ નુકસાન અંગે પશુ મૃત્યુ સહાય અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં જેતપુર પાવી તાલુકા પંચાયત કચેરી ખાતે સહાય માટે લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સહિત ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર