Gujarat

જેતપુરમાં કાકાના દીકરાએ પિતરાઈને વેંતરી નાખ્યો હત્યા કરી લાશને જેતપુર પોરબંદર હાઇવે પર ખુલ્લા પ્લોટમાં ફેંકી દીધી

ખૂન કરનારે મૃતકના માતાને કોલ કર્યો કે જીતુને પતાવી દીધો છે.
મહેશ ઉર્ફે બાલી અને દિનેશ સહિત મહિલાને શોધતી પોલીસ
જેતપુરના બળદેવની ધાર વિસ્તારમાં રહેતા એક દેવીપૂજક યુવાનની તેના જ પિતરાઈ ભાઈએ હત્યા કરીને જેતપુર પોરબંદર હાઇવે પર  ફેંકી દીધાની ઘટના સામે આવતા જેતપુર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ છે.
મૃતકને મોતને ઘાટ ઉતારીને હત્યારા મહેશ ઉર્ફે બાલી નામના શખ્સે મૃતકના માતા ને ફોન કરીને જણાવ્યું હતું કે જીતુને પતાવી દીધો છે. અને તેમની લાશ પોરબંદર હાઇવે પર ફેંકી દીધી છે. સમગ્ર ઘટના પૈસાની લેતી-દેતી પાછળ બની હોવાનું પ્રાથમિક તારણ પોલીસ સમક્ષ આવ્યું છે. પોલીસે હત્યારા સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
બનાવની જાણવા મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢ વિસ્તાર નજીક આવેલ બળદેવ ધાર વિસ્તારમાં રહેતા જીતુભાઈ લાખાભાઈ ડાભી નામના યુવકની પોરબંદર હાઇવે પર આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી લાશ મળી આવી હતી.
દરમિયાન પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કરતા જીતુભાઈ ડાભીની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું.બીજી બાજુ મૃતક ના પરિવારના એક મહિલાએ જીતુભાઈની હત્યા પાછળ પોરબંદર નજીકના ધરમપુરના પાટિયા પાસે રહેતા મહેશ ઉર્ફે બાલી નામના શખ્સનો  હાથ હોવાનું પોલીસ અને પત્રકારો સમક્ષ નિવેદન આપ્યું છે. ત્યારે પોલીસે મહેશ ઉર્ફે બાલી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે નોંધનીય છે કે જીતુભાઈ ડાભી અને મહેશ ઉર્ફે બાલીએ ભાગીદારીમાં વાળનો ધંધો શરૂ કર્યો હતો. અને તેના પૈસા બાબતે બાલી અવાર-નવાર જીતુભાઈ સાથે ઝઘડા કરતો હતો. દરમિયાન ગઈકાલે મહેશ ડાભી ઉર્ફે બાલીએ જીતુભાઈ ડાભીને ઉપલેટા ખાતે કોઈ જગ્યાએ દાણા જોવા જવાનું કહીને કહીને બોલાવ્યો હતો. પરંતુ જીતુ અને મહેશ ઉર્ફે બાલી ઉપલેટા ગયા હતા કે નહીં તે જાણી શકાયું નથી પરંતુ મહેશ ડાભી ઉર્ફે બાલીએ જીતુભાઈની માતાને ફોન કરીને જણાવ્યું હતું કે જીતુને પતાવીને પુલ નીચે ફેંકી દીધો છે.
બસ આટલી વાતચીત પછી જીતુભાઈ તેમજ બાલીના તેમજ તેમની સાથે રહેલા અન્ય દિનેશ અને મહિલા મુની સહિત તમામના મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયા હતા.
પૈસાની લેતી-દેતી બાબતે આવી રીતે જીતુભાઈના તેમના પિતરાઈ ભાઈ મહેશ ઉર્ફે બાલીએ મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બહાર આવતા જેતપુર તાલુકા વિસ્તારમાં ચકચાર જાગી છે
આ ઘટનાના પગલે જેતપુર સીટી પોલીસ લાશને રાજકોટ ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલવામાં આવી છે,તેમજ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.આરોપીઓને પકડવા માટે પોરબંદર તરફ ચક્રોગતિમાન કર્યા છે.
ફોટા
(1) આરોપી મહેશ ઉર્ફે બાલી
(2) મૃતક જીતુ નો ફાઈલ ફોટો
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *